નવી દિલ્હીઃ મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લેતાં ગરીબ અને આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર પીએમ મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી દેવાઈ છે. આ નિર્ણયને લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સૌથી મોટો સવાલ એ છે કે, ગરીબ સવર્ણ તરીકે ઓળખ કેવી રીતે થશે? આ અંગે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા સવર્ણોને અનામતનો ફાયદો મળશે. આ જ રીતે 1000 ચોરસફૂટથી નાનું મકાન ધરાવતા લોકોને અનામતનો ફાયદો મળશે. 


આ નિર્ણયને લાગુ કરવા માટે મોદી સરકાર અનામતના વર્તમાન ક્વોટાને 50ટકાથી વધારીને 60 ટકાનો કરી શકે છે. 


આ જ રીતે જેની પાસે 5 હેક્ટર કરતાં ઓછી જમીન હશે તેને પણ અનામતનો ફાયદો મલશે. આ ઉપરાંત અધિસૂચિત નગરપાલિકાના ક્ષેત્રનામાં જો 100 ચોરસફૂટ કરતાં ઓછું અથવા તો બિન અધિસૂચિત વિસ્તારમાં 200 ચોરસફૂટના પ્લોટમાં રહેતા લોકોને આર્થિક રીતે પછાત સવર્ણ તરીકે ઓળખવામાં આવશે. તેનો અર્થ એ થયો કે, આ વર્ગના લોકોને અનામતનો ફાયદો મળશે. 


મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારી નોકરીઓમાં સવર્ણોને મળશે અનામતનો લાભ


એવું કહેવાય છે કે, અનામતની ફોર્મ્યુલા 50% + 10% નો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, લોકસભમાં મંગળવારે મોદી સરકાર આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા સંબંધિત ખરડો રજૂ કરી શકે છે. આ માટે સરકાર બંધારણમાં સંશોધન બિલ પણ લાવી શકે છે. જેના અંતર્ગત આર્થિક આધારે તમામ ધર્મના સવર્ણોને અનામતનો લાભ અપાશે. આ માટે મોદી સરકારને બંધારણની ધારા 15 અને 16માં સંશોધન કરવાનું રહેશે. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...