નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાનને તેજ કરવા માટે વિદેશી કોરોના રસીને પણ દેશમાં લાવવાની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના રસી કોવેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે. જલદી તેને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તરફથી માન્યતા મળી શકે છે. WHO પાસેથી માન્યતા મળ્યા બાદ કોવેક્સીન રસી લઈ ચૂકેલા લોકોના વિદેશ પ્રવાસનો રસ્તો ખૂલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHO એ સ્વીકાર્યું એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ
કોવેક્સીનને વિશ્વ આરોગ્ય સંગઠનની માન્યતા અપાવવાના ક્રમમાં ભારત બાયોટેકે 19 એપ્રિલના રોજ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) WHO માં સબમિટ કર્યું હતું. તેને વૈશ્વિક આરોગ્ય સંગઠને સ્વીકારી લીધુ છે. આ કડીમાં હવે  Pre Submission મીટિંગ 23 જૂનના રોજ થશે. 


ભારતની પહેલી સ્વદેશી વિક્સીન છે કોવેક્સીન
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં કોવેક્સીન ભારતની પહેલી સ્વદેશી વેક્સીન છે. કોવેક્સીનને ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ મળીને બનાવી છે. ભારતમાં કોવેક્સીન ઉપરાંત કોવિશીલ્ડ અને સ્પૂતનિક વી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube