કોરોનાને WHOએ જાહેર કર્યો મહામારી, વિદેશથી ભારત આવનારના વીઝા સસ્પેન્ડ
સરકારે તે પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને ભારપૂર્વક તે સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તે ક્યાંયથી યાત્રા કરીને પરત ફરશે તો તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.
નવી દિલ્હીઃ ચીન, ઈરાન અને ઇટાલીમાં મહામારી બનેલા કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી જાહેર કરી દીધો છે. ભારતમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વિદેશથી આવતા લોકોના વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધથી રાજદ્વારીઓ, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી લાગૂ થશે.
સરકારે તે પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને ભારપૂર્વક તે સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તે ક્યાંયથી યાત્રા કરીને પરત ફરશે તો તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે, 'અમારા મૂલ્યાંકન પ્રમાણે COVID-19 હવે મહામારી બની ચુક્યો છે. સ્વાસ્થ્ય સંગઠન વિશ્વમાં ફેલાઇ રહેલા આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube