નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hydroxychloroquine: જે દવાને કોરોના સામે 'સંજીવની' ગણાવામાં આવી હતી, તેની ટ્રાયલ પર WHOએ લગાવી રોક


સુરક્ષા કારણોસર ટ્રાયલ બંધ કરાઈ
WHOએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાથી બચવા માટે સૌથી કારગર દવા છે પરંતુ આ દવા કોરોના વાયરસથી બચવા માટે કારગર નથી. સુરક્ષા કારણોસર દુનિયાના વિભિન્ન દેશોમાં ચાલી રહેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના નિર્દેશ અપાયા છે. 


હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી રક્ષણ ઓછું અને મૃત્યુ વધુ થયા
હાલમાં જ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પત્રિકા લેન્સેટ (Lancet) માં વૈજ્ઞાનિકોનો એક અભ્યાસ છપાયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના પ્રભાવની ચકાસણી કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાથી જેમની સારવાર હાથ ધરાઈ તેમાંથી મોટાભાગના લોકોના મૃત્યુ થયા છે. 



ફક્ત હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ઉપર જ રોક
WHOએ 17 દેસોના 3500 કોરોના દર્દીઓને HCQ દવાના ટ્રાયલ માટે સામેલ કર્યા હતાં. વિશ્વ આરોગ્ય સંગંઠને તેને Solidarity Trial નામ આપ્યું હતું. આ ટ્રાયલનો હેતુ કોવિડ 19ની સારવાર માટે દવા શોધવાનો હતો. ટ્રાયલમાં સામેલ દર્દીઓ પર હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે કોવિડ 19ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ત્રણ અન્ય દવાઓનું રેન્ડમાઈઝ્ડ ટ્રાયલ શરૂ થઈ રહ્યું હતું. પરંતુ ફક્ત હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ પર જ રોક લગાવવામાં આવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube