Who is Indian Nostradamus: ઈરાનમાં આતંકી સંગઠન હમાસના વડા ઇસ્માઇલ હાનિયાના મોત બાદથી મિડલ ઈસ્ટના દેશોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. ઈરાન અને હમાસે આ હુમલાના જવાબદાર ઇઝરાયલને ઠેરવી જવાબ આપવાની જાહેરાત કરી છે. તેની સાથે લેબનાનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહ અને યમનના હૂતી આતંકી પણ આવી ગયા છે. તેવામાં આગળ શું થવાનું છે, તે વિશે કોઈ ચોક્કસ પણે કહેવાની સ્થિતિમાં નથી. આ વચ્ચે ભારતીય નોસ્ટ્રાડેમસના રૂપમાં ચર્ચિત એક પ્રસિદ્ધ જ્યોતિષીએ એવી ભવિષ્યવાણી કરી છે, જેનાથી ડર લાગી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયલ-ઈરાનના જંગની થશે શરૂઆત
ભારતીય નોસ્ટ્રાડેમસ કહેવાતા જ્યોતિષી કુશલ કુમારે કહ્યું કે દુનિયા આ દિવસોમાં ઉથલ-પાથલના સમયમાંથી પસાર થઈ રહી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે ઈરાન તરફ ફેલાય ગયું છે. તેમણે દાવો કર્યો કે ઇસ્માઇલ હાનિયાના મોત બાદ હવે દુનિયામાં ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થવાનું છે. આ વિશ્વ યુદ્ધ 5 ઓગસ્ટ એટલે કે સોમવારથી શરૂ થશે અને તેમાં દુનિયા બે પક્ષમાં વિભાજીત થઈ રહી જશે. તેમાં લાખો લોકોના જીવ જઈ શકે છે અને લાખો-કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થશે. 


આ પણ વાંચોઃ આસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાત


આ ભવિષ્યવાણી પડી ચૂકી છે સાચી
કુશલ કુમાર પ્રમાણે, તે આ પહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે, જે સાચી પડી છે. પરંતુ આ વખતે તેમની ભવિષ્યવાણી કેટલી સાચી પડશે. તેમનો દાવો કેટલો સાચો છે, તે આવનારો સમય જણાવશે. પરંતુ આ પહેલા તે બે વખત વિશ્વ યુદ્ધ શરૂ થવાની તારીખની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે આ વર્ષે ભવિષ્યવાણી કરી હતી કે 18 જૂન 2024ના ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ જશે. પરંતુ તે તારીખે કંઈ થયું નથી. ત્યારબાદ તેમણે 28 જુલાઈની તારીખ આપી હતી, ત્યારે પણ કંઈ થયું નહીં. હવે તેમણે 5 ઓગસ્ટની તારીખ જણાવી છે. 


કોણ છે ભારતીય નોસ્ટ્રાડેમસ?
હવે તમને કુશલ કુમારની પ્રોફાઇલ વિશે જણાવીએ. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ પ્રમાણે કુશલ કુમાર હરિયાણાના પંચકુલામાં રહે છે. તે એક વૈદિક જ્યોતિષ લેખક છે અને તેમના લેખ કેલિફોર્નિયા અને ન્યૂયોર્કની ઘણી જ્યોતિષ પત્રિકાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. તે વૈશ્વિક મામલા, બિઝનેસ, હવામાન, રાજનીતિ અને અર્થવ્યવસ્થા પર પણ ભવિષ્યવાણી કરતા રહ્યાં છે. તે લોકોના જન્મની વિગતના આધાર પર તેનું માર્ગદર્શન પણ કરે છે.