કોણ છે મોઈન કુરેશી, જેણે કારણે CBIના અધિકારીઓ બે બિલાડીઓની જેમ બાખડી રહ્યાં છે
સીબીઆઈના વિવાદમાં આ તમામ કડીઓને જોડો, તો વધુ એક મોટું માથુ સામે આવે છે. તે છે મોઈન કુરેશી. ત્યારે કોણ છે મોઈન કુરેશી?
નવી દિલ્હી : સીબીઆઈના ટોપ અધિકારીઓની વચ્ચે ઉઠેલા વિવાદના મૂળમાં એકમાત્ર વ્યક્તિ છે, માંસ વેપારી મોઈન કુરેશી. સીબીઆઈમાં નંબર 2 પોઝિશન ધરાવનાર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર આરોપ છે કે, તેમણે મોઈન કુરેશીના નજીકના એવા વેપારી સતીષ બાબુ સનાને રાહત પહોંચાડવા માટે ત્રણ કરોડની લાંચ લીધી છે. આ મામલે રાકેશ અસ્થાના પર ગાળિયો કસાયો છે. રાકેશ અસ્થાનાએ આ મામલે સીબીઆઈ નિર્દેશક આલોક વર્મા પર આરોપ લગાવ્યો છે કે, તેમણે સના પાસથે બે કરોડની લાંચ લીધી છે. અસ્થાનાએ સીવીસીને મોકલેલી પોતાની ફરિયાદમાં વર્મા અને તેમની ટીમની વિરુદ્ધ 10 આરોપ લગાવ્યા છે. હકીકતમાં, મોઈન કુરેશી સાથેના રાકેશ અસ્થાનાના સંબંધોને લઈને સીબીઆઈ તપાસ કરી રહી છે. સતીષ સનાએ દાવો કર્યો કે, તેમણે પોતાની વિરુદ્ધની તપાસ રોકવા માટે કથિત રૂપે 3 કરોડ રૂપિયા આપ્યા હતા. તો આ સમગ્ર કાંડમાં મોઈન કુરેશીનો રોલ શું છે તે જોઈએ.
2015માં પહેલીવાર માંસ વેપારી મોઈન કુરેશની વિરુદ્ધ ઈડીના કેસમાં પહેલીવાર સતીષ સનાનું નામ તેમના અંગત વ્યક્તિ તરીકે સામે આવ્યું હતું. આ મામલાીન તપાસ રાકેશ અસ્થાનાએ જ કરી હતી. આ મામલે સતીષે કથિત રૂપે દાવો કર્યો હતો કે, તેણે તપાસમાંથી મુક્તિ મેળવવા કથિત રૂપે લાંચ આપી હતી. સતીષ સના હૈદરાબાદનો વેપારી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત આંધ્રપ્રદેશમાં રાજ્ય વીજળી બોર્ડના કર્મચારી તરીકે કરી હતી. પરંતુ બાદમાં તેણે નોકરી છોડીને અનેક કંપનીઓ બનાવી. અનેક રાજકીય નેતાઓ સાથે તેનો ઘરોબો છે તેવું કહેવાય છે.
કરિયરની શરૂઆતથી સફળતા અને વિવાદ સાથે IPS રાકેશ અસ્થાનાનો ગાઢ નાતો !!
સીબીઆઈના વિવાદમાં આ તમામ કડીઓને જોડો, તો વધુ એક મોટું માથુ સામે આવે છે. તે છે મોઈન કુરેશી. ત્યારે કોણ છે મોઈન કુરેશી?
[[{"fid":"187410","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MoinQureshi.jpg","field_file_image_title_text[und][0][value]":"MoinQureshi.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MoinQureshi.jpg","field_file_image_title_text[und][0][value]":"MoinQureshi.jpg"}},"link_text":false,"attributes":{"alt":"MoinQureshi.jpg","title":"MoinQureshi.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
મોઈન કુરેશી
યુપીના રામપુરના વતની મોઈન કુરેશીએ દૂન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સમાંથી અભ્યાસ કર્યો છે. તેના બાદ તેણે રામપુરમાં કતલખાનુ ખોલ્યું હતું. જોતજોતામાં થોડા વર્ષોના ગાળામાં જ તે માંસના મોટા વેપારી બની ગયો હતો. 2014માં પહેલીવાર તેનું નામ ચર્ચામાં આવ્યું, જ્યારે આવક વિભાગે તેની દિલ્હી, રામપુર સહિત કેટલીક પ્રોપર્ટી પર રેડ પાડી. આ દરમિયાન તેના પર કોંગ્રેસના મોટા નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
મોઈન કુરેશી પર એ પણ આરોપ લાગ્યો છે કે, સીબીઆઈના પૂર્વ પ્રમુખ એપી સિંહ અને રંજિત સિન્હા સાથે પણ તેના સંબંધો સારા હતા. ગત વર્ષે મોઈન કુરેશીને મદદ કરવા બદલ સીબીઆઈએ પોતાના પૂર્વ પ્રમુખ એપી સિંહ પર પણ કેસ દાખલ કર્યો હતો. કુરેશી પર ટેક્સ કૌભાંડ, મની લોન્ડ્રિંગ અને નાણાંની હેરફેર કરવાના મામલે કેસ ચાલી રહ્યો છે. કહેવાય છે કે, 2011માં તેની દીકરીના લગ્નમાં પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પરત ફરતા સમયે ડીઆરઆઈએ તેમને રોક્યા હતા.
બીબીસીની એક રિપોર્ટ અનુસાર, રામપુરમાં મોઈન કુરેશીના પિતા મુંશી માજિત કુરેશીના નામે એક ફેમસ વિસ્તાર પણ છે. તે વિસ્તારનું નામ કોઠી મુંશી મજીદ છે. મુંશી મજીદ વિશે કહેવાય છે કે, નવાબી સમયમાં તેમણે અફીણના વેપારથી ઘણા રૂપિયા બનાવ્યા હતા. તેના બાદ ધીરે ધીરે કરીને અન્ય વેપાર શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, નવાબી કાળમાં રુહેલખંડ અંચલમાં અફીણનો મોટાપાયે વેપલો થતો હતો.
આ છે CBIના આંતરિક વિવાદ પાછળના ચહેરા અને મહોરા, Photos