નવી દિલ્હીઃ જ્યારે આપણે જ્ઞાન મેળવવા માટે શાળાકીય શિક્ષણ અથવા ડિગ્રી મેળવવાની વાત કરીએ છીએ, ત્યારે વિશ્વના મોટાભાગના લોકોને આમ કરવું કંટાળાજનક લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં મોટાભાગના લોકો ગ્રેજ્યુએશન અથવા 12મા ધોરણ સુધી જ અભ્યાસ કરે છે. પરંતુ આ સિવાય ભારતમાં એવા લોકો છે જેમનું નામ આજે પણ ઉદાહરણ તરીકે ઊભું છે. આજે અમે તમને ભારતના એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આખી દુનિયામાં સૌથી વધુ શૈક્ષણિક રીતે લાયક વ્યક્તિ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે દુનિયાના મોસ્ટ એજ્યુકેશનલી ક્વોલિફાઇડ વ્યક્તિ
તમે એ જાણીને ચોંકી જશો કે દુનિયામાં સૌથી વધુ ભણેલ-ગણેલ વ્યક્તિ એક ભારતીય છે. આંતરરાષ્ટ્રીય બુક ઓફ રેકોર્ડ્સ પ્રમાણે ડો. દશરથ સિંહ શેખાવતના નામે દુનિયામાં સૌથી વધુ ભણેલા વ્યક્તિનો રેકોર્ડ નોંધાયેલો છે. આંતરરાષ્ટ્રીય બુક ઓફ રેકોર્ડ્સ પ્રમાણે ડો. દશરથ સિંહ શેખાવતને વર્લ્ડ મોસ્ટ એજ્યુકેશનલી ક્વોલિફાઇડ વ્યક્તિનું ટાઇટલ વર્ષ 2019માં મળ્યુંહતું. 


આ પણ વાંચોઃ કેટલી સંપત્તિના માલિક છે બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જાણીને ચોંકી જશો


એજ્યુકેશનલ ડોક્યૂમેન્ટ્સ
ડો. દશરથ સિંહ રાજસ્થાનના જયપુરથી આવે છે. આંતરરાષ્ટ્રીય બુક ઓફ રેકોર્ડ્સ પ્રમાણે ડો. દશરથ સિંહ શેખાવતની પાસે 36 એજ્યુકેશનલ ડોક્યૂમેન્ટ્સ છે. તેમાં 2 પીએચડી ડિગ્રી, 11 માસ્ટર ડિગ્રી, 8 સ્નાતક ડિગ્રી, 5 ડિપ્લોમાં અને વિવિધ અભ્યાસક્રમોના 10 સર્ટિફિકેટ સામેલ છે. ડો. દશરથ સિંહ શેખાવતને મોસ્ટ એજ્યુકેશનલી ક્વોલિફાઇડ પર્સન સિવાય યુનિવર્સિટી ડિગ્રી ઓફ ધ વર્લ્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તેમને 'મોસ્ટ એજ્યુકેશનલી ક્વોલિફાઈડ પર્સન'નો ખિતાબ મળ્યો છે.


સેનામાં પણ કર્યું છે કામ
ડો. દશરથ સિંહે સેનામાં પણ નોકરી કરી છે. તે સિપાહી તરીકે સેનામાં સામેલ થયા હતા. 16 વર્ષ સુધી સેનામાં પોતાની સેવા આપવાની સાથે-સાથે તેમણે આગળનો અભ્યાસ પણ જારી રાખ્યો હતો. ડૉ. દશરથ સિંહને આ ડિગ્રીઓ અને ડિપ્લોમાના કારણે ભારતના મોસ્ટ ક્વોલિફાઇડ સૈનિકનું બિરુદ આપવામાં આવ્યું હતું કારણ કે તેમણે તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube