કોણ છે આ પલ્લવી પટેલ? જેમણે ભાજપની આંધીમાં પણ કેશવ પ્રસાદ મોર્યને હરાવ્યા, ખાસ જાણો
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ સિરાથુ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા પરિણામ મુજબ ભાજપના ઉમેદવાર કેશવ પ્રસાદ મૌર્યને સપા ગઠબંધનના ઉમેદવાર પલ્લવી પટેલે 7337 મતથી હરાવ્યા.
લખનૌ: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ સિરાથુ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા પરિણામ મુજબ ભાજપના ઉમેદવાર કેશવ પ્રસાદ મૌર્યને સપા ગઠબંધનના ઉમેદવાર પલ્લવી પટેલે 7337 મતથી હરાવ્યા.
પલ્લવી પટેલની શાનદાર જીત
અત્રે જણાવવાનું કે સપાના ઉમેદવાર પલ્લવી પટેલને 1,06,278 મત મળ્યા જ્યારે કેશવ પ્રસાદ મૌર્યને 98,941 મત મળ્યા. પલ્લવી પટેલ સમાજવાદી પાર્ટીના સહયોગી અપના દલ (કમેરાવાદી) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. શરૂઆતથી જ પલ્લવી પટેલે કેશવ પ્રસાદ મૌર્ય પર લીડ મેળવી લીધી હતી. છેલ્લે જીતી ગયા. કેશવ પ્રસાદ મોર્ય 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત વખતે યુપી ભાજપના અધ્યક્ષ હતા.
UP Assembly Election: 'સાઈકલ' પંક્ચર કરીને 'કમળ' ખિલાવવામાં શું રહી માયાવતીની ભૂમિકા?
હાર બાદ શું કહ્યું કેશવ પ્રસાદ મોર્યએ?
પરિણામ જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે તેઓ જનતાના નિર્ણયને વિનમ્રતાથી સ્વીકારે છે. કેશવ પ્રસાદ મોર્યએ ટ્વીટ કરીને કહ્યું કે સિરાથુ વિધાનસભા ક્ષેત્રની જનતાના નિર્ણયને વિનમ્રતાપૂર્વક સ્વીકારુ છું. એક એક કાર્યકરના પરિશ્રમ માટે આભારી છું, જે મતદારોએ મતરૂપી આશીર્વાદ આપ્યા તેમના પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરુ છું.
કોણ છે પલ્લવી પટેલ?
પલ્લવી પટેલ અપના દલ (સોનેલાલ) પાર્ટીના ચીફ અનુપ્રિયા પટેલના સગ્ગા બહેન છે. પલ્લવી પટેલ અને અનુપ્રિયા પટેલના પિતા સોનેલાલ પટેલે અપના દલની સ્થાપના કરી હતી. ત્યારબાદ 2009માં સોનેલાલ પટેલના નિધન બાદ તેમની પત્ની કૃષ્ણા પટેલે પાર્ટીને સંભાળી.
UP Assembly Election: 'બિકિની ગર્લ'ની તો હાલત ખરાબ થઈ ગઈ! જાણો કોંગ્રેસના આ ઉમેદવારને કેટલા મત મળ્યા
ત્યારબાદ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં અપના દળે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરથી સાંસદ બની ગયા. જો કે ત્યારબાદ તેમણે બળવાના સૂર પોકાર્યા અને પછી અનુપ્રિયા પટેલ અને તેમના પતિ આશીષ સિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા. પછી વર્ષ 2016માં અનુપ્રિયા પટેલે પોતાની પાર્ટી અપના દલ (સોનેલાલ) બનાવી લીધી. જ્યારે અપના દલ (કમેરાવાદી) પાર્ટીની કમાન પલ્લવી પટેલ અને તેમની માતા કૃષ્ણા પટેલ પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube