પહેલા સંભાળ્યો રેવન્યુ વિભાગ, હવે ચલાવશે સૌથી મોટી બેન્ક... કોણ છે નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રા?
Sanjay Malhotra: કેન્દ્ર સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મલ્હોત્રા 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે.
New RBI Governor: 1990ની બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. મલ્હોત્રા હાલમાં નાણા મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે અને તેઓ નાણાકીય પ્રબંધન અને નીતિ વિષયક બાબતોનો સારો અનુભવ ધરાવે છે.
તેઓ વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો બીજો કાર્યકાળ આવતીકાલે એટલે કે મંગળવાર (10 ડિસેમ્બર, 2024)ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર બનશે.
ખૂબ જ દર્દનાક છે આ યુવતીના હનીમૂનની કહાની... ફોટો જોઈને લોકો પણ થયા ભાવુક
કોણ છે સંજય મલ્હોત્રા?
ભારત સરકારના મહેસૂલ વિભાગ પર મળતી માહિતી અનુસાર સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ સ્નાતક છે. આ સિવાય તેમણે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કર્યું છે.
તેમની 33 વર્ષની કારકિર્દીમાં તેમણે પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. અગાઉ તેમણે નાણાકીય સેવાઓ વિભાગના સચિવ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સંજય મલ્હોત્રાને રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્તરે નાણા અને કરવેરાનો બહોળો અનુભવ છે.