નવી દિલ્હીઃ  Who is Swati Maliwal: આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે. આ મામલાનો એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં સ્વાતિ એક સુરક્ષાકર્મીને કહી રહી છે કે, - જે પણ કરવાનું છે કરી લો, આ થશે. મને ટચ કરી તો તારી નોકરી ખાઈ જઈશ. પરંતુ ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે સ્વાતિ માલીવાલ (Who is Swati Maliwal)
સ્વાતિ માલીવાલ આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ છે. આ પહેલા તે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ રહી. સ્વાતિ માલીવાલનો જન્મ 15 ઓક્ટોબર 1984ના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. સ્વાતિના પિતા એરફોર્સના નિવૃત્ત અધિકારી અને માતા નિવૃત્ત સ્કૂલ આચાર્ય છે. સ્વાતિએ એમિટી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે આઈટી ગ્રેજ્યુએટ છે. 


આ પણ વાંચોઃ AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા


આ રીતે થઈ રાજનીતિમાં એન્ટ્રી
અભ્યાસ બાદ સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના એનજીઓ સાથે જોડાયા હતા. ત્યારબાદ સ્વાતિ માલીવાલ અન્ના આંદોલનમાં જોડાયા હતા. કહેવામાં આવે છે કે સ્વાતિ માલીવાલ અન્ના આંદોલનના સૌથી નાના સભ્ય હતા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા તો સ્વાતિ તેમની સલાહકાર બની હતી. જ્યારે અરવિંદ કેજરીવાલ બીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા તો સ્વાતિ માલીવાલને દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ 9 વર્ષ સુધી આ પદ પર રહ્યાં હતા. ત્યારબાદ પાર્ટીએ તેમને રાજ્યસભા મોકલ્યા હતા. 


8 વર્ષ ચાલ્યા લગ્ન
2011માં અન્ના આંદોલન દરમિયાન સ્વાતિની મુલાકાત નવીન જયહિંદ સાથે થઈ હતી. 23 જાન્યુઆરી 2012ના સ્વાતિના લગ્ન નવીન સાથે થયા હતા. પરંતુ સ્વાતિ અને નવીનના લગ્ન આઠ વર્ષ ચાલ્યા હતા. ફેબ્રુઆરી 2020માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.