વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનો દુશ્મન કોણ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવ સામે ખતરો છે. પરંતુ વડાપ્રધાન મક્કમ છે. સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરાયો છે. ઇન્દોરમાં વહોરા સમાજમાં પીએમ મોદીની હાજરીથી દેશના દુશ્મનોના પેટમાં તેલ રેડાયું છે. ગુપ્ત રિપોર્ટના અનુસાર દેશના દુશ્મનો અહીં હુમલો કરવાની ફિરાકમાં છે. નકાબપોશ આતંકીઓ અહીં મહિલાના વેશમાં હુમલો કરી શકે છે એવી દહેશત છે. જેને પગલે સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં આવનાર દરેક વ્યક્તિઓની તલાશી લેવાઇ રહી છે.
ઇન્દોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવ સામે ખતરો છે. પરંતુ વડાપ્રધાન મક્કમ છે. સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરાયો છે. ઇન્દોરમાં વહોરા સમાજમાં પીએમ મોદીની હાજરીથી દેશના દુશ્મનોના પેટમાં તેલ રેડાયું છે. ગુપ્ત રિપોર્ટના અનુસાર દેશના દુશ્મનો અહીં હુમલો કરવાની ફિરાકમાં છે. નકાબપોશ આતંકીઓ અહીં મહિલાના વેશમાં હુમલો કરી શકે છે એવી દહેશત છે. જેને પગલે સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં આવનાર દરેક વ્યક્તિઓની તલાશી લેવાઇ રહી છે.
ગત 23 જૂને ઇન્દોરને અંદાજે 5 હજાર કરોડની ભેટ આપનાર વડાપ્રધાન મોદી ફરી આજે ઇન્દોર આવ્યા છે. વહોરા સમાજના લોકો મોદીને સાંભળવા માટે ઉત્સાહિત છે કારણ કે પહેલી વખત દેશના કોઇ વડાપ્રધાન વહોરા સમાજના સમારોહમાં હાજરી આપી રહ્યા છે. પરંતુ દેશના દુશ્મનોને વડાપ્રધાનનો આ ભાઇચારો જાણે પસંદ નથી. ગુપ્ત માહિતીના અનુસાર ઇન્દોરમાં કેટલાક નકાબપોશ આતંકી પીએમ મોદી પર હુમલો કરવાની ફિરાકમાં છે. પીએમ મોદીનો ઇન્દોર પ્રવાસ અંદાજે દોઢ કલાકનો છે. સવારે 11થી લઇને બપોરે સાડા બાર વાગ્યા સુધી પીએમ મોદી ઇન્દોરમાં રહેશે.
ખતરામાં છે પીએમ મોદીનો જીવ. આખરે કોણ છે પીએમ મોદીની જીવનો દુશ્મન, ચપ્પે ચપ્પે પર સુરક્ષા જવાનો ગોઠવી દેવાયા છે. સુરક્ષા એજન્સીઓ સર્તક છે. આખરે કોણ છે પીએમનો દુશ્મન, ગુપ્ત એજન્સીઓને મળેલી માહિતી અનુસાર વહોરા સમાજના સમારોહમાં આવી રહેલા પીએમ સામે ખતરો મંડરાયો છે. ગુપ્ત એજન્સીના જણાવ્યા અનુસાર પીએમ મોદીના દુશ્મન અહીં હુમલાને અંજામ આપી શકે છે. નકાબપોશ આતંકીઓ અહીં મહિલાઓના વેશમાં આવીને હુમલો કરી શકે છે. એવી દહેશત છે. ઇન્દોર ડીઆઇજીએ આ અંગે કહ્યું કે, સુરક્ષાને લઇને ચાંપતો બંદોબસ્ત કરાયો છે. શંકાસ્પદોની તલાશી લેવાઇ છે.