JNUને કોણે બનાવ્યો રાજકારણનો `અડ્ડો`? વિરોધ પ્રદર્શનના પગલે 4 મેટ્રો સ્ટેશન બંધ
બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો થોભી રહી નથી અને એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પણ બંધ છે. દિલ્હી પોલીસની સલાહ પર દિલ્હી મેટ્રોએ લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને પણ બંધ કરી દીધુ છે. હકીકતમાં આ રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. જેએનયુમાં ફી વધારાને લઈને વિરોધમાં ઉતરેલા વિદ્યાર્થીઓની સંસદ માર્ગ તરફથી કૂચને જોતા મેટ્રોની યલ્લો લાઈનના ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનને પણ પોલીસે સુરક્ષા કારણોસર બંધ કર્યા છે.
નવી દિલ્હી: હોસ્ટેલના ભાડામાં વધારો સંપૂર્ણ રીતે પાછો ખેંચવાની માગણીને લઈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છાત્રસંઘએ આજે સંસદ સુધી માર્ચ કાઢવાનો પ્રયત્ન કર્યો. જેને પોલીસે બેરિકેટ્સ દ્વારા અધવચ્ચે જ રોકી દીધી. સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ. હવે જૂલુસ કાઢી રહેલા વિદ્યાર્થીઓ રસ્તો બદલીને સંસદ ભવન સુધી જવાની કોશિશ કરી રહ્યાં છે. આ જ કારણે દિલ્હીમાં અનેક સ્થળોએ સ્થિતિ વણસી રહી છે. સુરક્ષા કારણોસર 3 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં છે.
PM મોદીએ રાજ્યસભામાં NCPના કર્યા વખાણ, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણના સંકેત?
બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો થોભી રહી નથી અને એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પણ બંધ છે. દિલ્હી પોલીસની સલાહ પર દિલ્હી મેટ્રોએ લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને પણ બંધ કરી દીધુ છે. હકીકતમાં આ રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. જેએનયુમાં ફી વધારાને લઈને વિરોધમાં ઉતરેલા વિદ્યાર્થીઓની સંસદ માર્ગ તરફથી કૂચને જોતા મેટ્રોની યલ્લો લાઈનના ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનને પણ પોલીસે સુરક્ષા કારણોસર બંધ કર્યા છે.
મહારાષ્ટ્ર: શરદ પવારના આ એક નિવેદને શિવસેનાના ધબકારા વધારી દીધા, NCP લેશે યુ-ટર્ન?
જેએનયુના પૂર્વ અધ્યક્ષ એન.આઈ બાલાજીએ કહ્યું કે સંસદના ઉત્તર ગેટથી એક કિલોમીટર પહેલા જ દિલ્હી પોલીસે જેએનયુના વિદ્યાર્થીઓના વિરોધ જૂલૂસને રોકી દીધો. વિદ્યાર્થીઓએ કહ્યું કે દિલ્હી પોલીસ તરફથી લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવવા માટે વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરવી પડી રહી છે. પરંતુ ભારે સંખ્યામાં પોલીસબળ અને સીઆરપીએફની ટુકડીઓની તૈનાતીના પગલે સંસદ સુધી પહોંચી શક્યા નહીં.
JNUને કોણ હાઈજેક કરી રહ્યું છે?
જેએનયુમાં થઈ રહેલા સતત આંદોલનોથી સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે આ બધુ કોણ કરાવી રહ્યું છે?
1. ટુકડે ટુકડે ગેંગ
2. ડાબેરી વિચારધારાવાળા લેખક
3. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો
4. ડાબેરી વિચારધારાવાળા વિદ્યાર્થી સંગઠન
5. વિદેશી ફંડિગથી ચાલતી NGO
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube