નવી દિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ વચ્ચે રેમડેસિવિર (Remedesivir) ને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ઘણા સમય સુધી રેમડેસિવિરને કોરોનાની કારગર ગણવામાં આવી. ભારતમાં કોવિડ 19 (Covid-19) દર્દીઓની સારવામાં તો આ રેમડેસિવિરનો ઉપયોગ જોરદાર થયો. કહેવામાં આવે છે કે તેના લીધે કોરોના દર્દીઓના જીવ બચી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ રેમડેસિવિર ઇંજેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના 'Indian Variant' પર સરકાર સખત, સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યા આ નિર્દેશ


પ્રી ક્વોલિફિકેશન યાદીમાંથી હટાવી
નવભારત ટાઇમ્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર WHO એ આ ઇંજેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલી યાદીમાંથી સસ્પેંડ કરી દેવામાં આવી છે. એટલે કે વૈશ્વિક સંસ્થાએ રેમડેસિવિરને પોતાની પ્રી ક્વોલિફિકેશન યાદીમાંથી દૂર કરી દીધી છે. આ નિર્ણય લેતાં પહેલાં WHO એ કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન તેના ઉપયોગને લઇને ચેતાવણી પણ જાહેર કરી હતી. 

Black Fungus અને White Fungus માંથી કઇ વધુ ખતરનાક? જાણો એક્સપર્ટનો જવાબ


અત્રે ઉલ્લેખનીય છે કે WHO ના દાવાની વિરૂદ્ધ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતમાં પણ ગંગા રામ હોસ્પિટલના પ્રમુખ ડોક્ટરોમાં એક ડોક્ટર રાણા તેના કોરોના સારવારમાં પ્રભાવી હોવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. દેશમાં પણ તેને કોવિડ સારવારની યાદીમાંથી બહાર કરવાની ચર્ચા ચાલી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube