નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભારત બાયોટેકની કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં હજુ સમય લાગી શકે છે. WHO ના અધિકૃત નિવેદન મુજબ ગઈ કાલે કોવેક્સીન પર થયેલી વૈજ્ઞાનિકોના એક્સપર્ટ ગ્રુપની બેઠકમાં વેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેક પાસેથી રસીના ડેટા પર વધારાનું સ્પષ્ટીકરણ માંગવા પર સહમતિ થઈ છે. હવે ત્યારબાદ ભારત બાયોટેક પાસે વૈજ્ઞાનિકોએ ડેટા પર વધુ જાણકારી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત બાયોટેક આગામી અઠવાડિયા સુધીમાં ડેટા પર પોતાનું સ્પષ્ટીકરણ જમા કરશે અને ત્યારબાદ 3 નવેમ્બરે ફરીથી WHO ના વૈજ્ઞાનિકોના એક્સપર્ટ ગ્રુપની બેઠક થશે. આ અગાઉ WHO ના પ્રવક્તા માર્ગારેટ હેરિસે યુએન પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે જો બધુ ઠીક રહ્યું અને કમિટી સંતુષ્ટ હશે તો અમે આગામી 24 કલાકની અંદર ભલામણની આશા રાખીશું. જો કે હજુ આ ઈન્તેજાર લાંબો થઈ શકે છે. 


બાયોટેકે કર્યું હતું એપ્લાય
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે 19 એપ્રિલના રોજ કોવેક્સીનના ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ (EUL) માટે WHO માં અરજી કરી હતી. WHO ના એક ટોચના  અધિકારીએ કહ્યું હતું કે કોઈ પણ રસીના ઉપયોગ માટે મંજૂરીનો નિર્ણય આપતા પહેલા તેનું સંપૂર્ણ રીતે મૂલ્યાંકન કરવું જરૂરી હોય છે. તેની ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક વધુ સમય લાગી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે સૌથી વધુ મહત્વપૂર્ણ એ છે કે વિશ્વને યોગ્ય સલાહ આપવામાં આવે. ભલે પછી તેમાં એક કે બે અઠવાડિયાનો વધુ સમય જાય. 


WHO એ કહ્યું હતું કે ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે કોઈ પણ પ્રોડક્ટની ભલામણ કરતા પહેલા આપણે એ સુનિશ્ચિત કરવા માટે તેનું સારી પેઠે મૂલ્યાંકન કરવું પડશે કે તે સુરક્ષિત તથા પ્રભાવિત છે. એ પણ કહ્યું હતું કે ભારત બાયોટેક નિયમિત આધાર પર WHO ને આંકડા ઉપલબ્ધ કરાવી રહી છે અને WHO ના વિશેષજ્ઞોએ આ આંકડાની સમીક્ષા કરી છે અને તેને વધુ જાણકારી મળવાની પણ આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube