Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વ

Garba: નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબાની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. ઘરમાં ગરબાની સ્થાપના નવ દિવસ સુધી રહે છે અને દશેરાના દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રીમાં ગરબા સ્વરૂપે માતા સ્વયં ભક્તોના ઘરમાં બિરાજે છે અને તેમને આશીર્વાદ આપે છે. 

રંગબેરંગી ગરબા

1/6
image

નવરાત્રી દરમિયાન ગરબા રમવાની સાથે ગુજરાતમાં માટીના ગરબાની સ્થાપના કરવાનું મહત્વ પણ જળવાયેલું છે. નવરાત્રી શરૂ થવાની હોય તેના થોડા દિવસો પહેલા બજારમાં રંગબેરંગી ગરબા મળવા લાગે છે. આ માટીના ગરબા અને માં આદ્યશક્તિ વચ્ચે શું સંબંધ છે ચાલો તમને જણાવીએ. 

ગરબો કોરાવ્યો

2/6
image

ગરબા એટલે કે માટીની નાનકડી માટલી જેમાં આસપાસ છિદ્ર કરવામાં આવેલા હોય છે અને તેની વચ્ચે દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ગરબાને ઘરના મંદિર કે પવિત્ર જગ્યાએ નવ દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે જેને ગરબો કોરાવ્યો પણ કહેવાય છે. 

કાચી માટી

3/6
image

ગરબાની અંદર અનાજ ભરી તેમાં નવ દિવસ સુધી રોજ દીવો પ્રજવલિત કરીને માતાજીના ગરબા ગાવામાં આવે છે. માન્યતા છે કે ગરબાની અંદર જે દીવો પ્રજવલિત થાય છે તે માતાજીનું સ્વરૂપ હોય છે. આ ગરબા કાચી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. 

જગતજનની માં આદ્યશક્તિ

4/6
image

માન્યતા એવી પણ છે કે ગરબો બ્રહ્માંડનું પ્રતીક છે. જેમ બ્રહ્માંડના કેન્દ્રમાં ઉર્જાનો સ્ત્રોત છે તેવી રીતે ગરબામાં પ્રજવલિત કરવામાં આવતો દીવો જગતજનની માં આદ્યશક્તિ છે એટલે કે બ્રહ્માંડનું સંચાલન કરનાર ઊર્જા છે. નવ દિવસ દરમિયાન આ શક્તિની પૂજા કરવામાં આવે છે. ગરબા માં આસપાસ રહેલા છિદ્રના માધ્યમથીમાં પ્રકાશ ચારે દિશામાં ફેલાય છે. 

ઘટસ્થાપન

5/6
image

નવરાત્રિના પહેલા દિવસે જે ઘટસ્થાપન થાય છે તેમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે જેને ઘટ અથવા તો ગર્ભ પણ કહેવાય છે. તેની આસપાસ 9 કે વધુમાં વધુ 27 જેટલા છિદ્ર હોય છે. ગરબાને શણગારી અને તેમાં માં અંબાની જ્યોત પ્રજવલિત કરવામાં આવે છે. આ જ્યોત પ્રજ્વલિત કરીને મહિલાઓ રાસ રમે છે અને પારંપરિત ગરબા ગાવામાં આવે છે. આ રીતે માં ની આરાધના કરવાથી મનોકામના પૂર્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

6/6
image