Covaxin: દીવાળી પર ખુશખબરી, WHO એ કરી કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગની ભલામણ
કોરોના વિરૂદ્ધ લડાઇમાં જીત માટે દીવાળી પર ખુશખબરી આવી છે. WHO ના ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપએ કોવેક્સીન (Covaxin) ના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે. જોકે અત્યારે પુરી મંજૂરી મળવાની બાકી છે.
નવી દિલ્હી: કોરોના વિરૂદ્ધ લડાઇમાં જીત માટે દીવાળી પર ખુશખબરી આવી છે. WHO ના ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપએ કોવેક્સીન (Covaxin) ના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે. જોકે અત્યારે પુરી મંજૂરી મળવાની બાકી છે, જો જલદી જ મળવાની સંભાવના છે. કોવેક્સીન ભારત બાયોટેકની વેક્સીન છે.
આ બેઠક બાદ આવ્યો આ નિર્ણય
તમને જણાવી દઇએ કે કોરોના વેક્સીનને અત્યાર સુધી ડબ્લ્યૂએચઓ દ્વારા ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ (EUL) ની મંજૂરીની આતુરતા હતી. તેને લઇને ઘણીવાર ડબ્લ્યૂએચઓની ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક થઇ, કંપની તરફથી વેક્સીનના એફિકેસી, ઇમમુનોજેન્સિટી અને રિસ્ક અસેસમેન્ટ ડેટા આપવામાં આવ્યો છે. ગત 26 ઓક્ટોબરના રોજ બેઠકમાં ભારત બાયોટેક જે કોવેક્સીન બનાવે છે, તેનાથી ફાઇનલ રિસ્ક બેનિફિટ ફોર ગ્લોબલ યૂઝ માંગવામાં આવી હતી, જેના પર નિર્ણય આવ્યો છે.
Edible Oil Price: દિવાળી પહેલાં જનતાને રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કિંમત
પીએમ મોદીની મજબૂત પહેલની અસર
G20 માં પ્રધાનમંત્રી મોદીએ તેના માટે મજબૂતી પહેલાં કરી હતી, ત્યારબાદ જ WHO એ કોવેક્સીનના ઇમરજન્સી યૂઝની ભલામણ કરી છે. G20 શિખર સંમેલનના પહેલાં સત્રમાં ગ્લોબલ ઇકોનોમી અને ગ્લોબલ હેલ્થ પર બોલતાં પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ કહ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણે એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય (One Earth-One Health) નું વિઝન વિશ્વ સામે રાખ્યું છે. ભવિષ્યમાં એવું કોઇપણ સંકટનો સામનો કરવા માટે આ વિઝન વિશ્વની ખૂબ મોટી તાકાત બની શકે છે. સાથે જ કહ્યું હતું કે ફાર્મસી ઓફ ધ વર્લ્ડની ભૂમિકા ભજવતાં ભારતે 150 થી વધુ દેશોને દવાઓ પહોંચાડી.
ઘોર કળિયુગ: 13 વર્ષના છોકરાએ 6 વર્ષની બાળકી સાથે ગુજાર્યો બળાત્કાર, પથ્થર વડે ઘા કરી હત્યા
કોવેક્સીનની શેલ્ફ લાઇફ વધી ગઇ
તો બીજી તરફ ભારત બાયોટેકે કહ્યું છે કે સીડીએસસીઓએ કોવિડ 19 રસી કોવેક્સીનની ઉપયોગ અવધિ (શેલ્ફ લાઇફ) ને નિર્માણની તારીખથી 12 મહિના સુધી વધારવાની મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેકએ એક ટ્વીટમાં કહ્યું- 'સીડીએસસીઓએ નિર્માણની તારીખથી 12 મહિના સુધી કોવેક્સીનનો ઉપયોગ અવધિના વિસ્તારને મંજૂરી આપી દીધી છે. ઉપયોગ અવધિ વિસ્તારની આ મંજૂરી વધારાની સ્થાયી આંકડાની ઉપલબ્ધતા પર આધારિત છે, જેને સીડીએસસીઓને પ્રસ્તુત કરવામાં આવી હતી, તેમાં કહેવામાં આવ્યું કે ઉપયોગ અવધિ વિસ્તાર વિશે હિતધારકોને સૂચિત કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube