મુંબઈઃ Cyrus Mistry Death: દેશના દિગ્ગજ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. સાયરસ મિસ્ત્રી 54 વર્ષના હતા. પાલઘરના એસપીએ અકસ્માતમાં તેમના મોતની પુષ્ટિ કરી છે. સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968મા થયો હતો. સાયરસ મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. સાયરસ  મિસ્ત્રી ટાટા ગ્રુપના એવા બીજા ચેરમેન હતા, જેની સરનેમ ટાટા નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કોણ હતા સાયરસ મિસ્ત્રી
મીડિયાની લાઇમલાઇટથી દૂર રહેનાર સાયરસ મિસ્ત્રી કોઈ સાધારણ નામ નથી. તે ભારતીય મૂળના ચર્ચિત અબજોપતિ પલોનજી શાપૂજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર છે. પલોનજી મિસ્ત્રીએ આયરિશ મહિલા સાથે લગ્ન કર્યા અને બાદમાં તે આયર્લેન્ડના નાગરિક થઈ ગયા. આજ કારણ છે કે પલોનજી શાપૂરજીના પુત્ર સાયરસ મિસ્ત્રીનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો. 


તમને જણાવી દઈએ કે શાપૂરજીને બે પુત્ર શાપૂર અને સાયરસ મિસ્ત્રી છે. જ્યારે બે પુત્રીઓ લૈલા અને અલ્લૂ છે. પલોનજી શાપૂરજીની પુત્રી અલ્લૂના લગ્ન નોએલ ટાટા સાથે થયા છે, જે રતન ટાટાના પિતરાઈ ભાઈ છે. કહેવાનો અર્થ છે કે ટાટા પરિવારનો સાયરસ મિસ્ત્રી સાથે પારિવારિક સંબંધ છે. 


મિસ્ત્રીના પરિવારનો કારોબાર
ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી કારોબારીઓમાંથી એક 90 વર્ષના પલોનજી મિસ્ત્રીના નિયંત્રણમાં એક એવું કન્સ્ટ્રક્શન સામ્રાજ્ય હતું, જે ભારત, પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલું હતું. તેમની પુત્રોની સાથે મળીને ટાટા સન્સમાં 18.5 ટકા ભાગીદારી છે.


લંડનમાં કર્યો હતો અભ્યાસ
આયર્લેન્ડમાં જન્મેલા 54 વર્ષના સાયરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાં અ્યાસ કર્યો હતો. સાયરસે પરિવારના પલોનજી ગ્રુપમાં 1991થી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીના નેતૃત્વમાં તેમની કંપનીએ ભારતમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તેમાં સૌથી ઉંચા રેસિડેન્સિયલ ટાવરનું નિર્માણ, સૌથી ઉંચા રેલ પુલનું નિર્માણ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ સામેલ છે. 


2006માં ટાટા ગ્રુપમાં એન્ટ્રી કરી
તો ટાટા સન્સના બોર્ડમાં સાયરસ  મિસ્ત્રીએ 2006માં એન્ટ્રી કરી હતી. વર્ષ 2012ના ડિસેમ્બર મહિનામાં તેમણે ટાટા સન્સના ચેરમેન તરીકે કમાન સંભાળી હતી. ટાટા ગ્રુપે 18 મહિનાની પ્રક્રિયા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. જે લોકોને આ પદ માટે વ્યક્તિ શોધવાની જવાબદારી મળી હતી તેમાં બ્રિટનના પ્રભાવશાળી કારોબારી અને વાવરિક મેન્યબફેક્ચરિંગના સંચાલક લોર્ડ સુશાંત કુમાર ભટ્ટાચાર્ય, પ્રતિષ્ઠિત વકીલ શિરીન ભરૂચા અને એનએ સૂનાવાલા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube