નવી દિલ્હી: સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha) એ શનિવારે દેશભરમાં 3 કલાક માટે ચક્કાજામ (Bharat Bandh) રાખવાની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશના તમામ નેશનલ અને સ્ટેટ હાઇવે (National & State Highways) ને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ રાખવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ કેંદ્રીય કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ આંદોલનની રાહ પકડેલા ખેડૂતોનું નેતૃત્વ કરનાર સંગઠનોનું ગ્રુપ સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે કહ્યું કે 'ચક્કા જામ દરમિયાન શાંતિ વ્યવસ્થા બની રહશે અને કોઇપણ પ્રકારની હિંસામાં ખેડૂત સામેલ થશે નહી. મોરચા તરફથી આ સંબંધમાં આંદોલનકારી ખેડૂતો માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. અમે પણ જનતા પાસે સહયોગની અપીલ કરી છે. 

ઠગવાનું નવું હથિયાર બન્યો QR Code, જોતજોતામાં ખાલી થઇ જશે એકાઉન્ટ


સંયુક્ત કિસાન મોરચાની તરફથી જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે... 


1. દેશભરમાં નેશનલ અને સ્ટેટ હાઇવે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કરવામાં આવશે. 


2. ઇમરજન્સી અને જરૂરી સેવાઓ જેમ કે એમ્બુલન્સ, સ્કૂલ બસ વગેરેને રોકવામાં નહી આવે. 

Corona Vaccine લગાવતાં જ બીજી ભાષામાં બોલવા લાગ્યો માણસ, હર્ષ ગોયનકાએ શેર કર્યો Video


3. ચક્કાજામ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. પ્રદર્શનકારીઓને નિર્દેશ આપવામાં આવે છે કે તે એક કાર્યક્રમ દરમિયાન કોઇ અધિકારી, કર્મચારી અને સામાન્ય નાગરિક સાથે કોઇપણ ટકરાવમાં સામેલ થશે નહી. 


4. દિલ્હીમાં કોઇ ચક્કાજામ પ્રોગ્રામ નહી થાય, કારણ કે તમામ વિરોધ સ્થળ પહેલાંથી જ ચક્કાજામ મોડમાં છે. દિલ્હીમાં પ્રવેશ કરવા માટે તમામ રોડ ખુલ્લા રહેશે. સિવાય તેમના, જ્યાં પહેલાંથી જ ખેડૂતો મોરચા પર છે. 


5. 3 વાગ્યાને 1 મિનિટ સુધી હોર્ન વગાડીને, ખેડૂતોની એકતાના સંકેત આપતાં ચક્કાજામ કાર્યક્રમ સંપન્ન થશે. 


(ઇનપુટ: ભાષામાંથી પણ)


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube