મુંબઈ: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આર્યન ખાનની જામીન અરજી પર ગઈ કાલે ફરીએકવાર સુનાવળી ટળી હતી. આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈ સેશન્સ કોર્ટમાં 13 ઓક્ટોબરે સુનાવણી થઈ હતી. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને આર્યનના વકીલે જામીન મામલે દલીલો રજુ કરી. ત્યારબાદ કોર્ટે સુનાવણી 14 ઓક્ટોબર એટલે કે આજ પર ટાળી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલમાં વીતાવી રાત
આર્યન ખાન બુધવારની રાતે આર્થર રોડ જેલમાં જ રહ્યો. મુંબઈની સેશન્સ કોર્ટમાં આજે જામીન પર સુનાવણી થઈ શકે છે. આર્યનના વકીલનો દાવો છે કે એનસીબી પહેલા દિવસથી જ નહતી ઈચ્છતી કે આર્યનના જામીન થાય. એનસીબીએ બુધવારે જામીન પર પોતાનો જવાબ રજુ કરતા કોર્ટમાં કહ્યું કે આ મામલે એક આરોપીની ભૂમિકાને બીજા દ્વારા સમજી શકાય નહીં. 


આર્યન પર કોન્ટ્રાબેન્ડ ખરીદવાનો આરોપ
એનસીબીનું કહેવું છે કે ભલે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યા નથી પરંતુ તે ડ્રગ્સ પેડ્લરના સંપર્કમાં હતો. આર્યન ખાન પર કોન્ટ્રાબેન્ડ ખરીદવાનો આરોપ લાગ્યો હતો. જ્યારે તે કોન્ટ્રાબેન્ડ અરબાઝ પાસેથી જપ્ત કરાયું હતું. એનસબીએ કોર્ટને અપીલ કરી કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન મળવા જોઈએ નહીં. 


અરબાઝ મર્ચન્ટ પાસેથી ચરસ મળી આવ્યું
NCB એ કોર્ટને જણાવ્યું કે આર્યન ખાન પૂછપરછમાં આરોપી જણાયો છે. તે વિદેશમાં વ્યક્તિના સંપર્કમાં હતો. તે એક ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભાગ છે. એનસીબીનો દાવો છે કે આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો અને અબાઝ દ્વારા તેણે અનેકવાર ડ્રગ્સ ખરીદી છે. અરબાઝ મર્ચન્ટ પાસેથી છ ગ્રામ ચરસ મળી આવી હતી. આ મામલે આર્યન અને અરબાઝ આરોપી બનાવવામાં આવ્યા છે. 


દેશના 116 પાવર પ્લાન્ટ ઝેલી રહ્યા છે ગંભીર કોલસા સંકટ, આંકડા પૂરે છે સાક્ષી


આર્યનના જામીનમાં વિધ્ન પાડવાનો આરોપ
આર્યન ખાન તરફથી વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ એનસીબીની દલીલને વાહિયાત ગણાવી. તેમણે કહ્યું કે આર્યન પાસેથી જ્યારે કોઈ માદક પદાર્થ મળ્યો નથી, તેની પાસેથી કેશ નથી મળી તો તેને જામીન મળવાના સ્તરે દંડિત કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આર્યન ખાન, મુનમુન ધામેચાને જાણતો નથી. એનસીબી આર્યનની જામીનમાં વિધ્ન પહોંચાડી રહી છે. 


શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર દરોડા બાદ ધરપકડ કરાઈ હતી. હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ કોર્ટથી ગત સપ્તાહે જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ તેમણે વિશેષ ન્યાયધીશની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આર્યનની જામીન અરજી પર આજે ફરી સુનાવણી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube