દેશના 116 પાવર પ્લાન્ટ ઝેલી રહ્યા છે ગંભીર કોલસા સંકટ, આંકડા પૂરે છે સાક્ષી
Trending Photos
નવી દિલ્હી: સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) એ ભારતમાં કોલસાથી વીજળી બનાવનારા પાવર પ્લાન્ટ્સની તાજા સ્થિતિ બહાર પાડી છે. CEA ના રિપોર્ટ મુજબ દેશના 116 પાવર પ્લાન્ટ્સ કોલસાની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. 18 પાવર પ્લાન્ટ્સમાં એક પણ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો નથી. જ્યારે 26 પાવર પ્લાન્ટ્સમાં ફક્ત એક દિવસનો જ કોલસાનો સ્ટોક બચ્યો છે.
પાવર પ્લાન્ટ્સમાં કોલસાની સ્થિતિ
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) ના રિપોર્ટ મુજબ 17 પાવર પ્લાન્ટ્સમાં ફક્ત 2 દિવસનો કોલસાનો સ્ટોક છે. 18 પાવર પ્લાન્ટ્સમાં 3 દિવસ અને 19 પ્લાન્ટ્સમાં 4 દિવસનો સ્ટોક બચ્યો છે. એ જ રીતે દેશના 10 પાવર પ્લાન્ટ્સમાં 5 દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે અને 7 પાવર પ્લાન્ટ્સમાં 6 દિવસનો કોલસાનો સ્ટોક છે. જ્યારે ફક્ત એક પાવર પ્લાન્ટમાં 7 દિવસનો કોલસાનો સ્ટોક છે. બધુ મળીને ભારતના કોલસાથી વીજળી બનાવનારા પ્લાન્ટ્સમાં સરેરાશ 4 દિવસનો જ કોલસાનો સ્ટોક છે.
ઉત્તર ભારતની સ્થિતિ
ઉત્તર ભારતમાં તમામ 33 પાવર પ્લાન્ટ્સ કોલસાની અછત ઝેલી રહ્યા છે. 10 પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો એક દિવસનો પણ સ્ટોક નથી. 6 પ્લાન્ટમાં એક દિવસ પૂરતો જ કોલસો છે. 4માં 2 દિવસનો, 5 પ્લાન્ટમાં 3 દિવસનો કોલસો, 2 પ્લાન્ટમાં 4 દિવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક છે અને 3 પ્લાન્ટમાં 5 દિવસનો કોલસાનો સ્ટોક છે. એ જ રીતે એક પ્લાન્ટમાં 6 દિવસ, એકમાં 8 દિવસ અને એક પ્લાન્ટમાં 7 દિવસ ચાલે એટલો સ્ટોક બચ્યો છે.
રાજ્યવાર કોલસાનો સ્ટોક
- હરિયાણામાં બનેલા 5 પાવર પ્લાન્ટમાંથી 3 પ્લાન્ટમાં એક દિવસ પૂરતો પણ સ્ટોક નથી. એક પાવર પ્લાન્ટમાં એક દિવસ ચાલે એટલો જ કોલસો છે જ્યારે એક પ્લાન્ટમાં 3 દિવસ પૂરતો જ કોલસાનો સ્ટોક છે.
- યુપીમાં 19 પાવર પ્લાન્ટ્સમાંથી 3 સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયા છે જ્યારે 7માં એક દિવસ પૂરતો સ્ટોક, 3માં 2 દિવસ પૂરતો સ્ટોક છે, 2 પ્લાન્ટમાં 4 દિવસ પૂરતો કોલસો છે. એક પ્લાન્ટમાં 7 દિવસ અને એક પ્લાન્ટમાં 8 દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે.
- પંજાબમાં બનેલા 5 પાવર પ્લાન્ટ્સમાંથી એક પ્લાન્ટમાં એક દિવસ પૂરતો જ સ્ટોક છે. એક પાવર પ્લાન્ટમાં 2 દિવસનો, એકમાં 3 દિવસ, એક પ્લાન્ટમાં 4 દિવસ અને એક પ્લાન્ટમાં 6 દિવસ પૂરતો કોલસો છે.
- રાજસ્થાનની પણ આ જ સ્થિતિ છે. અહીં 4 પાવર પ્લાન્ટમાં 1 પાવર પ્લાન્ટ ખાલી થઈ ગયો છે. એક પાવર પ્લાન્ટમાં 1 દિવસનો કોલસો છે. એકમાં 4 દિવસ અને એકમાં 5 દિવસનો કોલસો બચ્યો છે.
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 9 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં દેશના જે 5 કોલસાથી વીજળી બનાવતા પાવર પ્લાન્ટથી દેશની રાજધાની દિલ્હીને વીજળી મળવાની વાત કરી હતી તે 5 પ્લાન્ટમાંથી એક ખાલી છે, 2માં એક દિવસ પૂરતો કોલસો છે અને એક પ્લાન્ટમાં 3 દિવસનો કોલસાનો સ્ટોક તથા એક પ્લાન્ટમાં 7 દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે