નવી દિલ્હી: સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારી મુખ્ય પાર્ટી તેલુગુ દેશમ (ટીડીપી) આજે લોકસભામાં આ મુદ્દે ચર્ચાની શરૂઆત કરશે. અધ્યક્ષે તેને વા માટે 13 મિનિટનો સમય આપ્યો છે. પાર્ટી તરફથી જયદેવ ગલ્લા પહેલા વક્તા હશે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને આ પ્રસ્તાવ પર પોતાના વિચાર રજુ કરવા માટે 38 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સદનમાં પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગે તેના પર બોલી શકે છે. અન્ય વિપક્ષી દળો અન્નામુદ્રક, તૃણમૂલ કોંગ્રેસ, બીજુ જનતાદળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિને ક્રમશ 29 મિનિટ, 27 મિનિટ, 15 મિનિટ અને 9 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. સદનમાં બહુમતવાળી સત્તારૂઢ ભાજપને ચર્ચા માટે 3 કલાક અને 33 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ સંખ્યાબળ પોતાના પક્ષમાં હોવાના કારણે ભાજપને લાગે છે કે લોકસભામાં આજે વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા તેને ચૂંટણી માટેના અભિયાનનું લોન્ચ પેડ ઉપલબ્ધ કરાવશે. આ સાથે જ તેને સત્તારૂઢ એનડીએના બહારના પક્ષોનું પણ સમર્થન મળવા માટે પણ મદદ મળી શકે છે. લોકસભામાં પ્રભાવી સંખ્યા 534 સભ્યોની છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએ પાસે 312 સભ્યો છે. બહુમતનો આંકડો 268 છે. ભાજપને આશા છે કે અન્નામુદ્રક, બીજેડી અને ટીઆરએસ જેવી પ્રાદેશિક પાર્ટીઓ કાં તો તેમનિું સમર્થન કરશે અથવા તો અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાનમાં ગેરહાજર રહેશે જેમની પાસે ક્રમશ: 37, 19 અને 11 સભ્યો છે. 


પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત ભગવા દળના ટોચના નેતાઓએ  પોતાના સહયોગીઓ અને આ સાથે જ અન્ય  પક્ષોનો પણ સંપર્ક કર્યો છે. સંસદીયકાર્ય મંત્રી અનંતકુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારને નવા પક્ષોનું સમર્થન મળશે. તામિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ સંકેત આપ્યા કે બની શકે કે તેમની પાર્ટી અન્નામુદ્રક અવિશ્વાસના પ્રસ્તાવનું સમર્થન ન કરે. જ્યારે બીજેડી અને ટીઆરએસએ હજુ પોતાના પત્તા જાહેર કર્યા નથી. 


અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે ચર્ચા સાત કલાક સુધી ચાલવાનો કાર્યક્રમ છે. જેમાં સાંજે લગભગ 6 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. સંસદમાં જો કે ચર્ચાનો સમય મોટાભાગે નિર્ધારીત સમયથી વધુ જ ચાલતો હોય છે. 


ભાજપ અગાઉથી જ પ્રચાર અભિયાનના મૂડમાં છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિભિન્ન ભાગોમાં રેલીઓને સંબોધિત કરી રહ્યાં છે. આવામાં પાર્ટીને આશા છે કે તેમના જવાબથી ચૂંટણી અભિયાનને શક્તિ મળશે. આગામી લોકસભા ચૂંટણીમાં 10 મહિનાનો સમય બચ્યો છે. કુમારે  કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના એ નિવેદનની મજાક ઉડાવી જેમાં તેમણે કહ્યું કે વિપક્ષ પાસે અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન માટે સંખ્યાબળ છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીનું ગણિત નબળું છે.