નવી દિલ્હી: કોવેક્સિન (Covaxin)લીધા પછી પણ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ (Anil Vij)ના કોરોના સંક્રમિત થયા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)એ સ્પષ્ટતા આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવેક્સિન (Covaxin)બે ડોઝવાળી કોરોના વાયરસની રસી (Corona vaccine)છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજને ફક્ત પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ વિજ બન્યા પહેલાં વોલંટિયર
કોવેક્સિન (Covaxin)એક સ્વદેશ સંભવિત રસી છે જેને આઇસીએમઆર (ICMR) અને ભારત બાયોટેક (Bharat Biotech)મળીને વિકસિત કરી રહી છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કોવેક્સિન (Covaxin)ના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં પ્રથમ વોલંટિયર બનવાની ઓફર કરી હતી. 


ફક્ત એક જ ડોઝ લીધો હતો અનિલ વિજે
અનિલ વિજે કોરોના વાયરસ (Coronavirus)સંક્રમિત થયા હોવાની જાહેરાત બાદ કેન્દ્રીંય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે રસીની બીજી રસી લીધા પછી થોડા દિવસો પછી જ કોઇ વ્યક્તિમાં સંક્રમિત વિરૂદ્ધ એંટીબોડી (Antibody)નું નિર્માણ થાય છે. આ બે ડોઝવાળી રસી છે અને મંત્રીએ ફક્ત એક ડોઝ લીધો હતો. 


બીજા પછી બને છે એંટીબોડી
હરિયાણા સ્વાસ્થ્ય મંત્રી વિજએ પણ કહ્યું કે બીજા ડોઝ લીધા પછી એંટીબોડીનું નિર્માણ થવા લાગે છે અને પહેલા ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવે છે. આ દરમિયાન કોઇ સુરક્ષા નથી. 67 વર્ષીય વિજે 20 નવેમ્બરના રોજ પહેલો ડોઝ આપ્યો હતો. 


શું કહ્યું મંત્રી 
અનિલ વિજે કહ્યું કે કોવિડ રસી કેવી રીતે કામ કરે છે, તેના વિશે વિશેષજ્ઞ જ વધુ સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે 'મને જણાવવામાં આવ્યું છે કે બીજા ડોઝ બાદ એંટીબોડી બનવા લાગે છે અને બીજો ડોઝ પહેલા ડોઝના 28 દિવસ પછી આપવામાં આવે છે. બીજા ડોઝના 14 દિવસ પુરી રીતે એંટીબોડી બને છે. એટલ માટે આ ચક્ર 42 દિવસનું હોય છે. આ સમયગાળામાં કોઇ સુરક્ષા હોતી નથી. 


હાલ મંત્રી અનિલ વિઝને ગળામાં મુશ્કેલી છે, તાવ અને શરીરમાં દુખાવો છે. વિજે કહ્યું કે તે થોડા દિવસ પહેલાં પાણીપત ગયા હતા, જ્યાં તેમણે એક ભાજપના નેતા સાથે બે ત્રણ કલાક સમય વિતાવ્યો હતો. તે ભાજપના નેતા પણ  કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube