Cyrus Mistry Death: અકસ્માત બાદ તત્કાલ કેમ થયું સાઇરસ મિસ્ત્રીનું મૃત્યુ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
Cyrus Mistry News: હોસ્પિટલના અધિકારીએ કહ્યું કે એક્સીડેન્ટને કારણે સાઇરસ મિસ્ત્રીના શરીરની અંદર ધમનીઓ ફાટી ગઈ હતી, જેથી આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો.
મુંબઈઃ Cyrus Mistry Post Mortem Report: ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાઇરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેને કાર અકસ્માતમાં ઈજા થઈ હતી અને 'બ્લન્ટ થોરેક્સ ટ્રામા'ને કારણે લગભગ તેમનું તત્કાલ મોત થઈ ગયું હતું. જેજે હોસ્પિટલના એક સ્વાસ્થ્ય અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મિસ્ત્રીને ઈજાને કારણે શરીરની અંદર રક્તસ્ત્રાવ પણ થયો હતો. મિસ્ત્રી અને પંડોલે બે અન્ય વ્યક્તિઓ સાથે રવિવારે બપોરે ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહ્યાં હતા ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં સૂર્યા નદી ઉપર બનેલા પુલ પર તેમની કાર એક ડિવાઇડર સાથે અથડાઈ હતી.
આ દુર્ઘટનામાં કારની પાછળ બેઠેલા મિસ્ત્રી અને જહાંગીરનું મોત થયું હતું. સ્ત્રી રોગ નિષ્ણાંત અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે આગળ બેઠા હતા, જે બચી ગયા. મિસ્ત્રી અને જહાંગીરના મૃતદેહને બાદમાં જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ ઓટોપ્સી કરી. સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે મિસ્ત્રી અને પંડોલે બંનેના શરીર પર અચાનક ઝટકો લાગ્યો કારણ કે કાર વધુ સ્પીડથી ચાલી રહી હતી. તેના કારણે ઘણી ઈજા થઈ અને બ્લન્ટ થોરેક્સ ટ્રામા થયો.
આ પણ વાંચોઃ Video: વ્યક્તિ પ્લેટફોર્મ પરથી પાટા પર પડી ગયો અને ઉપરથી પસાર થઈ ગઈ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન.....
ઓટોપ્સી રિપોર્ટમાં આ વાત આવી સામે
તેમણે કહ્યું કે અકસ્માતને કારણે સાઇરસ મિસ્ત્રીના શરીરની અંદર ધમનીઓ ફાટી ગઈ હતી, જેથી અંદર રક્તસ્ત્રાવ થયો. પરંતુ પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર કેટલાક લક્ષણ સામે આવ્યા છે. વિસ્તૃત વિશ્લેષણ બાદ બધુ સ્પષ્ટ થશે અને મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. તેમણે કહ્યું કે માનક પ્રક્રિયા હેઠળ વિસરાના નમૂના તપાસ માટે કલીના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવામાં આવશે.
સાઇરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર
નોંધનીય છે કે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના મંગળવારે સવારે 11 કલાકે વર્લી સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કારમાં તમામ લોકોની સાથે રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટા પણ સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી અચાનક હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ટાટા ગ્રુપ અને મિસ્ત્રીનો વિવાદ અદાલત સુધી પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube