Video: વ્યક્તિ પ્લેટફોર્મ પરથી પાટા પર પડી ગયો અને ઉપરથી પસાર થઈ ગઈ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન.....

Viral Video: યુપીના ઇટાવામાં એક વ્યક્તિ પ્લેટફોર્મ પરથી પાટા પર પડી ગયો અને તેની ઉપરથી નવી દિલ્હી-હાવડા એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે નિકળી ગઈ. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક યાત્રીએ બનાવી લીધો જે હવે વાયરલ થઈ રહ્યો છે. 

Video: વ્યક્તિ પ્લેટફોર્મ પરથી પાટા પર પડી ગયો અને ઉપરથી પસાર થઈ ગઈ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન.....

નવી દિલ્હીઃ એક કહેવત છે કે ન જાકો રખે સૈયાં, મારી શકે ના કોઈ... હંમેશા આ કહેવત તેવા લોકો માટે કહેવામાં આવે છે જે મોતને માત આપી પરત ફરે છે. આવી ઘટના ઇટાવામાં એક વ્યક્તિ સાથે થઈ છે. એક વ્યક્તિ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ પરંતુ તેનો વાળ વાંકો થયો નહીં. કોઈ અંદાજ પણ ન લગાવી શકે કે ટ્રેન ઉપરથી પસાર થયા બાદ વ્યક્તિને કંઈ થશે નહીં પરંતુ જ્યારે ટ્રેન પસાર થઈ ગઈ તો તે વ્યક્તિ ઉભો થઈ ગયો હતો. 

જાણકારી પ્રમાણે નવી દિલ્હી-હાવડા રૂટ પર ઇટાવાના ભરભના રેલવે સ્ટેશન પર મંગળવારે યાત્રીકોની ભીડ હતી. ભીડ આગરા સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસની રાહ જોઈ રહી હતી. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર પહોંચવાની હતી ત્યાં લોકો દોડવા લાગ્યા. આ દરમિયાન ભોલા સિંહ નામનો વ્યક્તિ પાટા પર પડી ગયો અને ઉતાવળમાં પાટા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. 

— WeJan (@WeJanNews) September 6, 2022

ભોલા સિંહ જ્યાં સુધી પાટા પરથી ઉભો થઈ પ્લેટફોર્મ પર ચઢે તે પહેલા પૂરપાટ ઝડપે ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ. ત્યારબાદ ટ્રેન પસાર થતી રહી અને લોકો જોઈ રહ્યાં હતા કે ક્યારે ટ્રેન નિકળે અને તે વ્યક્તિને ઉભો કરવામાં આવે. કોઈને ખ્યાલ નહોતો કે ભોલા સિંહનું શું હાલત થવાની છે. સામાન્ય રીતે આવી ઘટનામાં વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવે અથવા ગંભીર ઈજા થતી હોય છે. ટ્રેન પસાર થતી હતી તેનો વીડિયો કોઈએ બનાવી લીધો અને ટ્રેન નિકળી તો ભોલા સિંહ હાથ જોડીને ઉભો થયો હતો. તેણે લોકોનો આભાર પણ માન્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news