મુંબઇ: કર્ણાટકમાં યોજાયેલી રાજકીય ગતિવિધિઓની પૃષ્ઠભૂમિમાં ભાજપ પર નિશાન સાધતાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે (17મે)ના રોજ કહ્યું કેંદ્રને રાજ્યોપાલોની માફક જ મુખ્યમંત્રીઓની નિમણૂંક કરવી જોઇએ. તેમણે કહ્યું કે 'લોકતંત્રનો અનાદાર કરવામાં આવી રહ્યો છે.' ઉદ્ધવ ઠાકરેએ ઉલ્હાસનગરમાં એક રેલીમાં કહ્યું, 'જો લોકતંત્રનો અનાદાર જ કરવાનો હોય તો એક લોકતાંત્રિક દેશ કહેવાનો શું ફાયદો છે? ચૂંટણી યોજવાનું બંધ કરી દેવું જોઇએ જેથી વડાપ્રધાન મોદી કોઇપણ વિધ્ન વિના વિદેશના પ્રવાસે જઇ શકે. તેમણે કહ્યું કે ચૂંટણી યોજવાનું બંધ કરી દેવું જોઇએ જેથી સમય અને પૈસાની બચત થઇ શકે. મુખ્યમંત્રીઓને રાજ્પલોની માફક નિયુકત કરી છે.'

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકનું રાજકીય વાવાઝોડું પહોંચ્યું બિહાર, તેજસ્વી યાદવ આજે રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો


અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)એ 117 ધારાસભ્યોના સમર્થનનો પત્ર ચિઠ્ઠી રાજ્પલાને સોંપી હતી. પરંતુ ચૂંટણી પરિણામમાં 104 ધારાસભ્યોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી ભાજપાને રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું અને યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદની ગુરૂવારે (17મે) શપથ ગ્રહણ કરાવી લીધા. ત્યારબાદ આખા દેશમાં રાજકીય વાવાઝોડું શરૂ થયું. વિપક્ષ તેને લોકતંત્રની હત્યા ગણાવી રહ્યું છે.

VIDEO : બેંગલુરૂ છોડીને હૈદ્વાબાદ પહોંચ્યા કોંગ્રેસી ધારાસભ્ય 


મતપત્રોની સાથે ચૂંટણી કરાવે ભાજપ: ઉદ્ધવ ઠાકરે
આ પહેલાં ગત 15મે ના રોજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીનો (ઇવીએમ)ના ઉપયોગને લઇને શંકાઓ દૂર કરવા માટે મતપત્રો દ્વારા ચૂંટણી યોજવાનો પડકાર ફેંકોય હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી જાહેર થવા અને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ તેને ઇલેકટ્રોનિક વોટીંગ મશીનની જીત ગણાવી.

આજે કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન, યુપી-ઉત્તરાખંડમાં પણ થશે વિરોધ પ્રદર્શન 


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પેટાચૂંટણી હારી રહી છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી જીતી રહી છે. તેમણે કર્ણાટકના ચૂંટણી પરિણામોને લઇને કહ્યું કે ''જો તમને (ભાજપ) પર વિશ્વાસ છે તો એકવાર મત્રપત્ર દ્વારા ચૂંટણી યોજીને બતાવો.'' શિવસેના પ્રમુખે કહ્યું કે જ્યારે આટલા બધા તેની માંગ કરી રહ્યાં છે તો તેનાથી (ઇવીએમના ઉપયોગને લઇને) શંકાઓ હંમેશા માટે દૂર થઇ જશે.  


કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલી મોટી ચૂંટણી લડાઇ હોવાની બાબત પર પ્રશ્ન પૂછવા પર તેમણે કહ્યું કે ચૂંટણી આવતી જતી રહે છે અને ઘણીવાર તમે જીતો છો તો ઘણી વાર હારો છો. આપણે કામ કરતા રહેવું જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ કર્ણાટક ચૂંટણીમાં સફળતા માટે ભાજપને શુભેચ્છા પાઠવી અને જીતની આશા વ્યક્ત કરતાં રાજ્યના લોકોને હવે 'અચ્છે દિન' જોવા મળશે.