ભારતીય સેનાની POKમા મોટી કાર્યવાહીઃ જાણે આ વખતે કેમ કરવામાં આવ્યો તોપનો ઉપયોગ
પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ આ વખતે આક્રમક ભાષામાં જવાબ આપ્યો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ના કાયર કૃત્યનો ભારતીય સેના (Indian Army)એ આ વખત આક્રમક જવાબ આપ્યો છે. સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહેલી પાકિસ્તાનની સેનાને પાઠ ભણાવ્યો છે. ભારતીય સેનાએ પીઓકેના નીલમ ઘાટીમાં આતંકી લોન્ચ પેડને નિશાન બનાવીને તોપથી કાર્યવાહી કરી છે. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં 4થી વધુ આતંકી લોન્ચ પેડ તબાહ થયા છે.
આ સાથે પાકિસ્તાન સેનાની ઘણી ચોકીઓનો પણ નાશ થયો છે. 20થી વધુ આતંકીઓ અને 10થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાના પણ સમાચાર છે. સૂત્રો પ્રમાણે લોન્ચ પેડ પર આશરે 200થી વધુ આતંકીઓ હતા. પાકિસ્તાન જમ્મૂ કાશ્મીરમાં ઘુસણખોરીની ફિરાકમાં હતું જેથી ત્યાં હુમલાને અંજામ આપી શકાય. આ ઘુસણખોરીને અંજામ આપવા માટે તેણે ગત રાત્રે તંગધાર સેક્ટરમાં ભીષણ ગોળીબારી કરી હતી.
ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા 20 આતંકી, રક્ષા પ્રધાને કરી સેના પ્રમુખ સાથે વાત
તો બીજીતરફ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સીઝફાયરનું ઉલ્લંઘન અને ત્યારબાદ પીઓકેમાં ભારતીય સેનાની કાર્યવાહીને લઈને સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે વાત કરી છે. સૂત્રો પ્રમાણે રાજનાથ સિંહે સેના પ્રમુખને કહ્યું કે, તે સંપૂર્ણ સ્થિતિ પર સતત નજર બનાવી રાખે અને પળેપળની માહિતી આપે.
હવે તે સમજો કે ભારતીય સેનાએ આ વખતે તોપનો ઉપયોગ કેમ કર્યો. હકીકતમાં આર્ટિલરી ગનથી આતંકી ઠેકાણા પર ચોક્કસ નિશાન લગાવવું સંભવ છે. દુશ્મનના વિસ્તારમાં ગયા વિના કાર્યવાહી થઈ શકે ચે. જરૂરીયાત પ્રમાણે રેન્જનો ઉપયોગ કરી શકાય છે. એલઓસીની પાર લોન્ચિંગ પેડ ખુબ નજીક છે. કેટલાક લોન્ચિંગ પેડ 500 મિટર દૂર છે.
જુઓ લાઇવ ટીવી