નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિએન્ટ Omicron નો અર્થ તાવ-શરદીથી વધુ નથી. જાણકારોનું કહેવું છે કે ઓમિક્રોનથી હર્ડ ઇમ્યુનિટી બની જશે. મોટા ભાગના લોકોમાં માઇલ્ડ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે તેથી ચિંતા કરવાની જરૂર નથી. બસ સાવચેતી રાખવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Omicron ન ડરવાના પાંચ કારણો
પ્રથમ કારણ છે કે ઓમિક્રોન માત્ર 1 માઇલ્ડ ઇન્ફેક્શન છે. બીજું કે અત્યાર સુધી સામે આવેલા ઓમિક્રોનના લક્ષણ સામાન્ય ફ્લૂ જેવા છે. ત્રીજુ કારણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થવા પર ઓક્સીજનનું લેવલ ઘટતું નથી. ચોથુ કારણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થવા પર થોડા દિવસ જ લક્ષણો જોવા મળે છે. પાંચમું કારણ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થનારની સંખ્યા ખુબ ઓછી છે. 


આ પણ વાંચોઃ Omicron થી ડરવાની જરૂર નથી! જાણો સંક્રમિતોની સારવાર કરી ચૂકેલા ડોક્ટર્સે શું કહ્યું?


ફેફસા પર ઓમિક્રોનની અસર ખુબ ઓછી
જાણી લો કે ડેલ્ટાના મુકાબલે ઓમિક્રોન વેરિએન્ટ ફેફસા પર 10 ગણી ઓછી અસર કરે છે. જ્યારે ડેલ્ટા ફેફસા પર ખુબ ખરાબ અસર કરતો હતો. ડેલ્ટાથી સંક્રમિત થનાર લોકોને બ્લેક ફંગસનો પણ ખતરો રહેતો હતો. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન ખુદને શ્વાસનળીમાં વિકસિત કરે છે, તો ડેલ્ટા વેરિએન્ટ શ્વાસનળીમાં રોકાવાની જગ્યાએ સુધી ફેફસા પર હુમલો કરે છે. 


એન્ટીબોડી છે અસરકારક
મહત્વનું છે કે શ્વીસનળીની એન્ટીબોડી ઓમિક્રોન વેરિએન્ટને નબળો પાડી દે છે. તો ડેલ્ટાને રોકવામાં શ્વાસનળીની એન્ટીબોડી અસરળ છે. ડેલ્ટા વેરિએન્ટ સીધો ફેફસા પર અસર કરે છે. 


આ પણ વાંચોઃ Reporter એ પૂછ્યું કેમ માસ્ક નથી પહેર્યું? તો યુવતીએ કહ્યું મારું બ્રેકઅપ થઈ ગયું છે! આને કોઈ તો સમજાવો


Omicron થી મૃત્યુ દર ઓછો
ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન વેરિએન્ટમાં મૃત્યુદર ખુબ ઓછો છે, તેથી ઓમિક્રોનને ઓછો ખતરનાક માનવામાં આવી રહ્યો છે. પરંતુ ડેલ્ટાના મુકાબલે ઓમિક્રોન અનેક ગણો ઝડપથી ફેલાય છે. તેનાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થશે. બર્લિનની સ્ટડીમાં ખુલાસો થયો છે કે ફેફસા પર ઓમિક્રોન વધુ અસર કરતો નથી. ઓમિક્રોન સામાન્ય ફ્લૂ જેવો છે. 


સાઉથ આફ્રિકાના એક અભ્યાસ અનુસાર ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણમાં ગંભીર દર્દીઓની સમસ્યા ઓછી ચે. ઓમિક્રોનથી સંક્રમિત થનારામાં વધુ એન્ટીબોડી છે. વેક્સીનના મુકાબલે તેનાથી 14 ગણી એન્ટીબોડી શરીરમાં બને છે. ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે તેમાં નુકસાન ઓછુ છે. ડેલ્ટા વેરિએન્ટને ઓમિક્રોન ખતમ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube