નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખાનગીકરણ પર વેબિનાર (Webinar on Privatization) માં કહ્યું કે બજેટ 2021-22માં ભારતને વૃદ્ધિના માર્ગ પર લઇ જવા માટે સ્પષ્ટ રૂપરેખા બનાવવામાં આવી છે. વેબિનારમાં પીએમ મોદીએ તે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દેશ માટે ખાનગીકરણ કેમ જરૂરી થઇ ગયું છે. તેમણે આ વાત પર પ્રકાશ પાડ્યો કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝથી સરકાર અને દેશને શું નુકસાન થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે સરકાર?
પીએમએ કહ્યું કે સરકાર પોતે વેપાર ચલાવે, તેની માલિક બની રહે, આજના યુગમાં આ જરૂરી છે અને ના તો આ સંભવ રહ્યું. તેમણે કહ્યું કે સરકાર જ્યારે વેપાર કરવા લાગે છે તો ખૂબ નુકસાન થાય છે. નિર્ણય લેવામાં સરકાર સામે બંધન હોય છે. સરકારમાં વાણિજ્યિક નિર્ણય લેવાનો અભાવ રહે છે. તમામને આરોપ અને કોર્ટનો ડર રહે છે. આ કારણે વિચારે છે કે ચાલી રહ્યું છે તેને ચાલવા દો વિચાર સાથે વેપાર થઇ ન શકે. 

Narendra Modi Stadium: જવાહર લાલ નહેરૂના નામે 9 અને ઇન્દિરા ગાંધીના નામ પર 3 સ્ટેડિયમ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube