ઝી બ્યુરો/અમદાવાદ: 22 જાન્યુઆરીનો દિવસ આધુનિક ભારતના ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આ જ દિવસે થઈ રહી છે, તે કોઈ સંયોગ નહીં, પણ ભગવાન રામ સાથે જોડાયેલું તથ્ય છે. શું છે આ દિવસનું મહત્વ? 500 વર્ષ પહેલાં મુઘલ આક્રમણકારીઓએ ફક્ત ભારત પર જ નહીં, પણ દેશની આસ્થાના કેન્દ્ર પર પણ હુમલા કર્યા હતા, આ કેન્દ્ર હતું અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર...500 વર્ષ સુધી અયોધ્યા અને રામજન્મભૂમિ મંદિરનું મિલન ન થઈ શક્યું. હવે 500 વર્ષ બાદ એ જ જગ્યા પર નવેસરથી ઈતિહાસ લખાઈ રહ્યો છે. ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે. 22મી જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ડખા: ગુજરાતમાં અર્જુંન મોઢવાડીયાએ પાર્ટી લાઈન તોડી, આપી હાઈકમાન્ડને સલાહ


હવે સવાલ એ ઉભો થાય કે પ્રાણ પ્રતિષ્ઠા માટે 22મી જાન્યુઆરીને જ કેમ પસંદ કરવામાં આવી છે. તો તેનું કારણ એ છે કે હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન રામનો જન્મ અભિજીત મુહૂર્તમાં મૃગશીષ નક્ષત્રમાં થયો હતો. આ જ સમયે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સંગમ થયો હતો. આ તમામ શુભ યોગ 22મી જાન્યુઆરી 2024ના રોજ ફરી એક સાથે હશે. આ જ કારણ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી આદર્શ દિવસ છે.


અદાણી ડિફેન્સનું ડ્રોન પોરબંદરમાં થશે તૈનાત: દુશ્મનોના છક્કા છોડાવશે, આવી છે ખાસિયતો


આટલું જ નહીં પ્રાણ પ્રતિષ્ઠા માટે ખાસ મુહૂર્તને પણ અનુસરવામાં આવશે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભલે કલાકો સુધી ચાલશે, પણ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ફક્ત 84 સેકન્ડમાં થશે. મૂર્તિની પ્રતિષ્ઠાનો સમય બપોરે 12 વાગીને 29 મિનિટ અને 8 સેકન્ડ પર શરૂ થશે અને 12 વાગીને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી ચાલશે.


પશુપાલકો માટે ખુશખબર! દૂધના વેચાણ પર પ્રતિ લિટરે મળશે આટલી સબસિડી, સરકારની જાહેરાત


આ તો વાત થઈ મુહૂર્તની હવે ભગવાન રામની એ પ્રતિમાના પણ દર્શન કરી લઈએ, જેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. જયપુરમાં તૈયાર કરીને અયોધ્યા લાવવામાં આવેલી આ જ મૂર્તિના દર્શન દેશદુનિયાના શ્રદ્ધાળુઓ કરશે. સફેદ માર્બલમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ભગવાન રામ અને વિષ્ણુનું મિશ્રણ છે. મૂર્તિમાં ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરી શકાય છે. મૂર્તિમાંથી ઝાલર જેવો અવાજ સંભળાય છે, જે તેના ખાસ પ્રકારના માર્બલને આભારી છે.


Ram Mandir Ayodhya: રામ મંદિરમાં આ વસ્તુઓ સાથે નહીં મળે એન્ટ્રી, વાંચી લો તમામ નિયમો
 
ભગવાન રામની મૂર્તિની આસપાસ માર્બલમાંથી જ સિંહાસન જેવું અર્ધગોળાકાર સ્ટ્રકચર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સૂર્ય ઉપરાંત કમળ અને સૂર્યમુખીના ફૂલની કોતરણી છે. ભગવાન રામના અનન્ય ભક્ત હનુમાનજીની સિંદૂરી માર્બલમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિને પણ મંદિરમાં સ્થાપિત કરાશે. 22મી જાન્યુઆરીનો કાર્યક્રમ ઐતિહાસિક હશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તો આ દિવસને રામોત્સવ અને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે મનાવવા લોકોને આહ્વાહન કર્યું છે. આટલું જ નહીં GFXIN 22મી જાન્યુઆરીએ યુપીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત આ દિવસે રાજ્યમાં દારૂનું વેચાણ પણ નહીં થાય.


અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ; 12000થી વધુ લોકોને મળશે રોજગારી, મોટી જાહેરાત


રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22મી જાન્યુઆરીએ થશે, પણ તે પહેલાં 15મી જાન્યુઆરીથી જ જુદા જુદા અનુષ્ઠાન શરૂ થઈ જશે. આ માટે દેશભરમાંથી 108 પંડિતોને બોલાવવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ અયોધ્યા કેટલાક વર્લ્ડ રેકોર્ડનું પણ સાક્ષી બનશે. ટૂંકમાં 22મી જાન્યુઆરી ભારત માટે એક નવો તહેવાર બની ગયો છે.