પશુપાલકો માટે ખુશખબર! દૂધના વેચાણ પર પ્રતિ લિટરે મળશે આટલી સબસિડી, સરકારની જાહેરાત

મહારાષ્ટ્ર સરકારે પશુપાલકોને એક મોટા ખુશખબર આપ્યા છે. પશુપાલકોને દૂધના વેચાણ પર પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. જી હા...સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરતા ડેરી ખેડૂતોને આ સબસિડી મળશે. આ સ્થિતિને લઈને રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે.

પશુપાલકો માટે ખુશખબર! દૂધના વેચાણ પર પ્રતિ લિટરે મળશે આટલી સબસિડી, સરકારની જાહેરાત

ઝી બ્યુરો/મુંબઈ: મહારાષ્ટ્રના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોના પક્ષમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં દૂધના વેચાણ પર પ્રતિ લીટર 5 રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય પણ સામેલ છે. જો કે આ નિર્ણય બાદ રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે.

આ સબસિડી એવા પશુપાલકોને જ મળશે જેઓ સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરે છે. જ્યારે ખાનગી ક્ષેત્રને દૂધ વેચતા પશુપાલકોને સરકારની આ યોજનાનો લાભ નહીં મળે. આ નિર્ણય બાદ રાજ્યના ખેડૂત સંગઠનો ખાનગી ક્ષેત્રમાં દૂધ વેચતા તમામને સબસિડી આપવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી દૂધના ભાવમાં થતી વધઘટને કારણે સબસિડીનો પ્રશ્ન ઉભો થયો હતો.

સબસિડી માટે મૂકવામાં આવી આ શરત
ગયા વર્ષે 20 ડિસેમ્બરે ડેરી વિકાસ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભામાં દૂધના ટેરિફ સબસિડીની જાહેરાત કરી હતી. જેને રાજ્ય કેબિનેટે મંજૂરી આપી હતી. પછી તેને રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી. આમાં એક શરત એવી પણ છે કે દૂધમાં ઓછામાં ઓછું 3.2 ટકા ફેટ અને 8.3 SNF હોવું જોઈએ. આ શરતે સરકાર પશુપાલકોના બેંક ખાતામાં 5 રૂપિયા પ્રતિ લિટરના દરે સબસિડી આપશે.

સરકાર ટ્રાયલ પછી કરશે તપાસ 
આ યોજના હાલમાં 2 મહિના માટે લાગુ કરવામાં આવી છે. જે 1 જાન્યુઆરી, 2024 થી 29 ફેબ્રુઆરી, 2024 સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ રહેશે. પછી સરકાર યોજનાની સમીક્ષા કરશે અને સમય મર્યાદા લંબાવવા પર વિચાર કરશે. જેના કારણે અનેક પશુપાલકો પણ ચિંતામાં મુકાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news