નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીનો સામનો કરવામ આટે લોકડાઉન (Lockdown) ના સમયગાળાને 19 દિવસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે દેશમાં લોકડાઉનને હવે ત્રણ મહિના સુધી વધારી દેવામાં આવ્યું છે. જોકે એ વાતનું અનુમાન ગત કેટલાક દિવસોથી લગાવવામાં આવી રહ્યું હતું કે લોકડાઉનને વધારવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 એપ્રિલના રોજ પીએમ મોદીની જ્યારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત થઇ ત્યારે મોટાભાગના રાજ્યોએ તેને બે અઠવાડિયા સુધી વધારવાની સલાહ આપી હતી. એટલે મોટાભાગના રાજ્યોએ કહ્યું હતું કે લોકડાઉનના સમયગાળાને 30 એપ્રિલ સુધી વધારવો જોઇએ. 


પીએમ મોદીએ રાજ્યોની સલાહ પર ધ્યાન આપ્યું પરંતુ આ સાથે જ પોતાના તરફથી ત્રણ વધારાનો સમય લેતાં તેને ત્રણ મે સુધી વધારવાનો નિર્ણય કર્યો. આ સાથે જ સોશિયલ મીડિયા પર અટકળોનો દૌર શરૂ કરવામાં આવ્યો કે લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી વધારવામાં આવ્યો?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર