CM કેજરીવાલ Lockdown ના વિરોધી, છતાં આખરે દિલ્હીમાં કેમ લાગશે લોકડાઉન? ખાસ જાણો કારણ
સીએમ કેજરીવાલ હંમેશાથી લોકડાઉનના વિરોધી રહ્યા છે તેમનું કહેવું છે કે લોકડાઉનથી કોરોના ખતમ નથી થતો તો આખરે એવું કયું કારણ છે કે તેમની પાસે દિલ્હીમાં લોકડાઉન લગાવવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો. ખાસ જાણો તેમના જ શબ્દોમાં.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસ (Corona Virus) થી હાલાત બેકાબૂ થઈ રહ્યા છે અને કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (Lockdown) લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો. આ લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વિકેન્ડ લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાગુ રહેશે. કેજરીવાલના કહેવા મુજબ લોકડાઉનથી કોરોના ખતમ નહીં થાય પરંતુ તેની ગતિ જરૂરી ધીમી પડશે.
શું કહ્યું લોકડાઉન પર કેજરીવાલે?
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) લોકડાઉન પર કહ્યું કે 25 હજારની આસપાસ કેસ આવવા છતાં પણ હજુ હેલ્થ સિસ્ટમ ચાલુ છે. પરંતુ જો હવે કડક પગલાં લેવામાં ન આવ્યા તો સિસ્ટમ પડી ભાંગશે. જો હેલ્થ સિસ્ટમ પડી ભાંગી તો મને ડર છે કે ક્યાંક બહુ મોટી ત્રાસદી ન આવી જાય. દિલ્હીની હેલ્થ સિસ્ટમ હવે વધુ દર્દીઓ લઈ શકે તેમ નથી. જો અમે અત્યારે લોકડાઉન (Lockdown) ન લગાવ્યું તો ક્યાંક એવું ન બને કે મોટી ત્રાસદી ન થઈ જાય. અમે કોઈ પણ સંજોગોમાં દિલ્હીને એવી પરિસ્થિતિમાં નથી લઈ જવા માંગતા કે જ્યાં કોરિડોરમાં, રસ્તામાં દર્દીઓ પડ્યા હોય. દમ તોડતા હોય. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકારને એવું લાગે છે કે દિલ્હીમાં થોડા દિવસ માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે આજ રાત 10 વાગ્યાથી લઈને આવતા સોમવાર (26 એપ્રિલ) સવાર 5 વાગ્યા સુધી 6 દિવસ માટે દિલ્હીમાં લોકડાઉન લગાવવામાં આવશે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે
Viral: કોરોનાકાળમાં દર્દીની સારવાર કરવાની જગ્યાએ ગાળો ભાંડવા લાગ્યા ડોક્ટર, Video જોઈને હચમચી જશો
કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube