Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે

કોરોના વાયરસ (Corona Virus)  દેશમાં તાંડવ મચાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ મહામારી વચ્ચે એવા પણ કેટલાક લોકો છે જેમની બેદરકારી બીજાને પણ ભારે પડી શકે છે.

Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)  દેશમાં તાંડવ મચાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ મહામારી વચ્ચે એવા પણ કેટલાક લોકો છે જેમની બેદરકારી બીજાને પણ ભારે પડી શકે છે. આવો જ એક મામલો દેશની રાજધાની દિલ્હીથી સામે આવ્યો. જ્યાં એક કપલ કારમાં માસ્ક પહેર્યાવગર બેઠું હતું અને પોલીસે જ્યારે તેમને રોક્યા તો તેઓ પોલીસકર્મીઓને પોતાની ઓકાતમાં રહેવાની ધમકી આપવા લાગ્યા. 

દિલ્હી પોલીસે જાહેર કર્યો વીડિયો
પોલીસે કહ્યું કે દિલ્હી (Delhi) ના પટેલનગરમાં રહેતા પંકજ અને તેમની પત્ની આભાને જ્યારે કારમાં ફેસ માસ્ક ન પહેરવા  બદલ રોકવામાં આવ્યા તો તેમણે પોલીસકર્મીઓ પર બૂમો પાડવાનું શરૂ કરી દીધુ. દિલ્હી પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કપલ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂંક કરતું જોવા મળે છે. 

મહિલા બોલી- પતિને કિસ કરી લઉ? શું કરશો તમે?
દિલ્હી પોલીસ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં મહિલા એવું કહેતી સાંભળી શકાય છે કે મે યુપીએસસી પાસ કર્યું છે. જેને સાંભળીને પોલીસનો એક જવાન કહે છે કે જો તમે યુપીએસસી પાસ કર્યું હોય તો તેના કારણે તમારે વધુ જવાબદારી દેખાડવી જોઈએ. મહિલાએ આગળ આવીને કહ્યું કે મારે મારી કારમાં માસ્ક કેમ પહેરવો જોઈએ? શું થશે? જો હું મારા પતિને કિસ કરું તો.

"An FIR under various sections of IPC has been lodged against them," say police.

(Video source - Delhi Police) pic.twitter.com/hv1rMln3CU

— ANI (@ANI) April 18, 2021

કપલ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો
ખુબ વિવાદ થયા બાદ કપલને દરિયાગંજ પોલીસ સ્ટેશન લઈ જવાયું જ્યાં તેમના વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ. અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈ કોર્ટે કારને પબ્લિક પ્લેસ ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ પ્રાઈવેટ ગાડીમાં એકલો જતો હોય તો પણ તેણે માસ્ક પહેરવું જરૂરી રહેશે. 

દિલ્હીમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે
દિલ્હીમાં કોરોના ખુબ કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 25462 જેટલા નવા કેસ નોંધાયા. જ્યારે 161 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં 8 લાખ 53 હજાર 460 લોકો કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 12121 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news