Mughal History: શાહજહાંના મોટા પુત્ર અને શેહઝાદા દારા શિકોહને તેના નાના ભાઈ ઔરંગઝેબે સત્તા સંઘર્ષમાં જ મોતને ઘાટ ઉતાર્યા હતા. હવે તેમના મૃત્યુના લગભગ 350 વર્ષ બાદ મોદી સરકાર તેમની કબર શોધી રહી છે. આ માટે પુરાતત્વવિદોની એક કમિટી પણ બનાવવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે મુઘલ શાસકો પર વિવિધ સવાલો ઉઠાવનાર ભાજપ દારા શિકોહમાં આટલો રસ કેમ લઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં, શેહઝાદા દારાશિકોહને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ ઉદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેઓ હિંદુ ધર્મથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે બનારસના પંડિતોની મદદથી હિંદુ ધર્મના ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. એવું કહેવાય છે કે આ અનુવાદ યુરોપ પહોંચ્યો અને ત્યાં તેનું લેટિનમાં ભાષાંતર થયું, જેના પછી આખી દુનિયાને ઉપનિષદની ખબર પડી.


આધ્યાત્મિકતામાં હતો ઊંડો રસ
માત્ર હિંદુ ધર્મ જ નહીં, દારા શિકોહે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મુસ્લિમ સૂફી અને ખ્રિસ્તીઓ જેવા અન્ય ધર્મો સાથે પણ ઊંડી ધાર્મિક ચર્ચા કરી હતી. તેમને દર્શન, સૂફીવાદ અને આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો.


આ પણ વાંચો:
તલાટીની અછત : ગુજરાતમાં 15000 જેટલા તલાટીઓની ખાલી જગ્યા ક્યારે ભરશે સરકાર?
ભૂકંપના સતત આંચકાથી 10 ફૂટ ખસી ગયું તુર્કી, 8000 લોકોના મૃત્યુ
શું ખરેખર પાકિસ્તાને તુર્કીની મદદ માટે જતા ભારતીય વિમાનને રોક્યું? જાણો સાચી હકીકત


ઘણા ઈતિહાસકારો, ખાસ કરીને હિંદુત્વ ઈતિહાસકારો અને બુદ્ધિજીવીઓ માને છે કે જો ઔરંગઝેબને બદલે દારા શિકોહ ભારતનો સમ્રાટ બન્યો હોત તો ભારતનો ઈતિહાસ અલગ હોત.


મુઘલ સિંહાસન માટે સંઘર્ષ
દારા શિકોહ શાહજહાંનો સૌથી મોટો પુત્ર હતો. મુઘલ પરંપરા અનુસાર, તેઓ તેમના પિતાના સિંહાસન પર બેસવાના હતા પરંતુ આવું થઈ શક્યું નહીં. સત્તાની લડાઈમાં તેમને તેમના નાના ભાઈ ઔરંગઝેબના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. દારાને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને બાદમાં ઔરંગઝેબના આદેશ પર તેની હત્યા કરવામાં આવી હતી.


ક્યાં હોઈ શકે છે દારા શિકોહની કબર 
મોટાભાગના નિષ્ણાતો માને છે કે દારા શિકોહનું ધડ દિલ્હીમાં હુમાયુના મકબરામાં દફનાવવામાં આવ્યું હતું. દારાનું માથું કાપી તેને આગરામાં શાહજહાં સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે દારાનું માથું તાજમહેલના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:
બદલાઈ જશે ગુજરાતના આ સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા
મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરો ત્યારે કરી લેજો આ ઉપાય, મનની ઈચ્છા થશે પુરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube