દેશની એક એવી નદી જેના પાણીના સ્પર્શ કરવાથી પણ ડરે છે લોકો, કારણ જાણી ચોંકી જશો
કર્નનાશા નદીથી લોકો એટલા ડરે છે કે નદીના કિનારે રહેવા તૈયાર જ નથી. પહેલા લાંબા સમય સુધી પાણી મળતું નહોતુ. ત્યારે લોકો કર્નનાશા નદીના પાણીથી પાક ઉગાડીને ખાવાના બદલે માત્ર ફળ પર જ જીવન ગુજારતા હતા.
Famous River of Uttar Pradesh: આમ તો ભારત દેશમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ ભારતની એક એવી નદી પણ છે જેને લોકો શ્રાપિત માને છે. ઉત્તરપ્રદેશમાં આવેલી આ નદીના પાણીથી નહાવાનું તો દૂર, લોકો નદીના પાણીને સ્પર્શ પણ નથી કરતા.
નદીઓ આપણ જીવનનો એક અભિન્ન ભાગ છે. કારણ કે નદીઓ આપણને પીવાના પાણી ઉપરાંત પાક માટે પણ એટલી જ ઉપયોગી છે. સામાન્ય માણસ સહિત ખેડૂતો નદીઓને પૂજનિય ગણતા હોય છે. ઘણા એવા તહેવાર છે જેમાં દેશની નદીઓને આવરી લેવાઈ છે. જેમાં નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. ત્યારે ભારતમાં એક એવી પણ નદી છે જેને શ્રાપિત ગણવામાં આવે છે. લોકોના મનમાં આ નદીનો એવો તો ડર છે કે લોકોને તેને સ્પર્શ કરવાની પણ દૂર રહે છે. આ નદીના પાણીને અડવાને પણ લોકો અશુભ માને છે. આ શ્રાપિત નદી ઉત્તર પ્રદેશમાં આવેલી છે. જેનું નામ કર્મનાશા છે.
આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
બધા કામ બગાડી દે છે નદી
ઉત્તર પ્રદેશની આ કર્મનાશા નદીથી હંમેશા લોકો દૂર રહે છે. કારણ કે આ નદી લોકોના કામ બગાડી દે છે. નદીનું નામ જ કર્મ અને નાશા એમ બે શબ્દો પરથી પડ્યુ છે. જેનો અર્થ થાય છે કામ કષ્ટ વધારનારી અથવા તો બગાડનારી. એવી લોકવાયકા છે કે કર્મનાશા નદીના પાણીને જો તમે સ્પર્શ પણ કરી લો તો તમારું કામ બગડવા લાગે છે. એટલું જ નહીં તમે કરેલા કર્મો ઉપર પણ પાણી ફરી વળે છે. એટલે જ લોકો આ નદીથી હંમેશા દૂર રહેવાનું જ પસંદ કરે છે. આ નદી ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી નીકળે છે પરંતુ નદીનો વધારે ભાગ યૂપી છે. યૂપીમાં આ નદી સોનભદ્ર, ચંદૌલી, વારાણસી અને ગાજીપુરમાંથી બક્સર થઈને ગંગામાં ભળી જાય છે.
આ પણ વાંચો: ગજબ! વિજળી વિના ચાલે છે ચાલે છે આ પંખા, ઉનાળામાં ACની માફક ઠંડો કરી દે છે રૂમ
આ પણ વાંચો: બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ
આ પણ વાંચો: લગ્ન કરેલા લોકો ઝડપથી આ સરકારી યોજનામાં અરજી કરો, 1 લાખ રૂપિયા કરતાં વધારે મળશે
નદી કિનારે લોકો રહેતા પાકની જગ્યાએ માત્ર ફળ ખાય છે
કર્નનાશા નદીથી લોકો એટલા ડરે છે કે નદીના કિનારે રહેવા તૈયાર જ નથી. પહેલા લાંબા સમય સુધી પાણી મળતું નહોતુ. ત્યારે લોકો કર્નનાશા નદીના પાણીથી પાક ઉગાડીને ખાવાના બદલે માત્ર ફળ પર જ જીવન ગુજારતા હતા.
આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
કર્મનાશા નદીની શું છે પૌરાણિક કથા
કર્મનાશા નદીનું શ્રાપિત હોવા પાછળ એક લોકવાયકા છે. આ લોકવાયકા અનુસાર રાજા હરિશચંદ્રના પિતા સત્યવ્રતે એક વખત પોતાના ગુરુ વશિષ્ટ પાસે શરીર સાથે જ સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ગુરુ વશિષ્ટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જે બાદ રાજા સત્યવ્રતે આ જ માગ ગુરુ વિશ્વામિત્ર પાસે પણ કરી હતી. ત્યારે વશિષ્ઠ સાથે દુશ્મન હોવાના કારણે વિશ્વામિત્રએ પોતાના તપના જોરે સત્યવ્રતને શરીર સાથે સ્વર્ગમાં મોકલી દીધા હતા. આ જોઈને ઈંદ્રદેવ ગુસ્સે ભરાયા અને રાજાના માથાને ધરતી તરફ કરીને પાછુ મોકલી દીધુ. આ સમયે વિશ્વામિત્રએ પોતાના તપની શક્તિથી રાજાને સ્વર્ગ અને ધરતી વચ્ચે જ રોકી દીધા, પછી દેવતાઓ સાથે યુદ્ધ કર્યુ.
જ્યાં સુધી આ યુદ્ધ ચાલ્યુ ત્યાં સુધી રાજા સત્યવ્રત ધરતી અને સ્વર્ગ વચ્ચે ઉંથા માથે લટકતા રહ્યા હતા. જેના કારણે તેમના મોંમાંથી લાળ પડવા લાગી હતી. અને આ જ લાળથી આ નદી વહેતી થઈ હતી. તો બીજી તરફ ગુરુ વશિષ્ઠએ પણ રાજા સત્યવ્રતને તેમની નિષ્ઠુરતાના કારણે તેમને ચાંડાલ હોવાનો શ્રાપ આપી દીધો. બસ ત્યારથી જ લાળથી બનેલી નદી અને રાજાને મળેલા શ્રાપના કારણે આ નદીને શ્રાપિત માનવામાં આવે છે. અને હજુપણ લોકો આ કર્મનાશા નદીને શ્રાપિત માને છે.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube