હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી

Relationship Tips: પ્રેમમાં કિસ એટલે કે ચુંબનનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે તમે કોઇને પ્રેમ કરો છો તો નિકટતા વધારવા અને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવા માટે તમે સૌથી પહેલાં કિસથી શરૂઆત કરો છો. આવો જાણીએ કેટલા પ્રકારની કિસ હોય છે અને તે કિસનો શું અર્થ હોય છે. 

હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી

Types of Kiss: પ્રેમમાં કિસ એટલે કે ચુંબનનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે તમે કોઇને પ્રેમ કરો છો તો નિકટતા વધારવા અને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવા માટે તમે સૌથી પહેલાં કિસથી શરૂઆત કરો છો. આવો જાણીએ કેટલા પ્રકારની કિસ હોય છે અને તે કિસનો શું અર્થ હોય છે. 

ફ્રેંચ કિસ
ફ્રેંચ કિસ ઈન્ટિમસીનું પ્રતિક છે. આકર્ષણ અને ગાઢ સંબંધો દર્શાવવા માટે ફ્રેંચ કિસ કરવામાં આવે છે. જેમાં પ્રેમની સાથે સાથે આકર્ષણનું તત્વ પણ ઉમેરાય છે.

હોઠ પર કિસ
આપ તેને રિઝર્વ કિસ પણ કહી શકો છો. આ કિસ તમારા પાર્ટનરને કરવામાં આવે છે.

ગાલ પર કિસ 
જ્યારે કોઈને કોઈના પર ક્રશ હોય છે ત્યારે તે ગાલ પર કિસ કરે છે. જો કોઈ તમને ગાલ પર કિસ કરે તો, તેનો સીધો મતલબ છે કે તે તમને ક્યૂટ સમજે છે. જેનો ઈઝહાર તેઓ ગાલ પર કિસ કરીને કરી રહ્યા છે.

કપાળ પર કિસ
કોઈ તમારા કપાળ પર કિસ કરે તો એ સમજવું કે એ વ્યક્તિ તમને ખાસ માને છે. આનો સીધો મતલબ એ પણ છે કે, સામેનો વ્યક્તિ ન માત્ર તમને ચાહે છે પરંતુ તમારી ઈજ્જત પણ કરે છે. એનાથી સાફ સંકેતો મળે છે કે, સામેનું વ્યક્તિ તમારી સાથે સંબંધની શરૂઆત કરવા ઈચ્છે છે અને તેને પસંદ કરવા તરફ વધી રહ્યા છે.

હાથ પર કિસ
હાથો પર કિસ કરવાનો ખાસ મતલબ હોય છે. જેનો અર્થ એ થાય છે કે સામેનો વ્યક્તિ તમારી તરફ આકર્ષિત થયો છે અને તમને ડેટ કરવા માંગે છે. સાથે જ તમારી સાથેના સંબંધોને ગાઢ કરવા માંગે છે. અને વાર બુઝુર્ગોને કે પછી વડીલને સન્માનના રૂપે પણ હાથ પર કિસ કરવા માંગે છે.

આ તો થયા કિસના પ્રકાર. પરંતુ કિસ કરતા પહેલા કેટલીક ટિપ્સ પણ જાણી લો.

1. સાથી કે પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધ અનુસાર કિસના પ્રકારની પસંદગી કરો.

2. કિસ કરતા સમયે સાથીની ભાવનાઓનું ધ્યાન રાખો.

3. કિસ કરતા સમયે માહૌલ બને તો હળવો અને રોમેન્ટિક રાખો.

4. શરૂઆતી કિસ શાલીન હોવાની જોઈએ. ધીમે-ધીમે આગળ વધો.

5. કિસ કરતા પહેલા માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news