દેશમાં કેમ વધી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, સરકારે સંસદમાં આપ્યો જવાબ
છેલ્લા 15 દિવસમાં દેશમાં 13 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દરરોજ કેટલાક પૈસાનો વધારો થાય છે અને આમ અત્યાર સુધી 9.20 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને સતત સરકારની આલોચના થઈ રહી છે. વિપક્ષી નેતા રસ્તાથી લઈને સંસદ સુધી આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યાં છે. આ વચ્ચે એકવાર ફરી સરકાર તરફથી ઈંધણની વધતી કિંમતને લઈને સફાઈ આપવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં દાવો કર્યો કે બાકી દેશોના મુકાબલે ભારતમાં તેલના ભાવમાં ખુબ ઓછો વધારો થયો છે.
તેલની વધતી કિંમતો પર સરકારનો બચાવ કરતા પેટ્રોલિયમ મંત્રી પુરીએ કહ્યુ કે, દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારતમાં ઈંધણના ભાવ 1/10 વધ્યા છે. જો એપ્રિલ 2021થી લઈને માર્ચ 2022 સુધી કિંમતોની તુલના કરીએ તો અમેરિકામાં 51%, કેનેડામાં 52%, યૂકેમાં 55%, ફ્રાન્સમાં 50%, સ્પેનમાં 58% ભાવ વધારો થયો છે. પરંતુ ભારતમાં માત્ર 5% ભાવ વધ્યા છે.
ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક
છેલ્લા 15 દિવસમાં 13 વખત ભાવ વધારો
મહત્વનું છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તેલના ભાવમાં વધારો શરૂ થયો છે. છેલ્લા 15 દિવસમાં 13 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. દરરોજ થોડા-થોડા પૈસાનો વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ 9.20 રૂપિયાનો વધારો થયો છે. દેશના ઘણા મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. બીજીતરફ એલપીજીની કિંમતમાં પણ વધારો થતાં લોકોને ડબલ માર પડી રહ્યો છે. હાલ સરકાર આ મામલામાં ડિફેન્સિવ મોડમાં જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube