ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક

નરેન્દ્ર મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર આદેશને લઈને ખોટી જાણકારી ફેલાવી રહેલી 22 યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરી દીધી છે. 
 

ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર આદેશને લઈને ખોટી જાણકારી ફેલાવી રહેલી 22 યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરી દીધી છે. આ ચેનલોમાં 4 પાકિસ્તાનની છે. આ સિવાય 3 ટ્વિટર, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને પણ બ્લોક કરવામાં આવી છે. આ માહિતી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપી છે. 

એજન્સી પ્રમાણે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે 22 યૂટ્યૂબ ચેનલો પર ચાબુક ચલાવ્યું છે. આ સિવાય 3 ટ્વિટર એકાઉન્ટ, 1 ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવામાં આવી છે. 22 યૂટ્યૂબ ચેનલોમાંથી 4 પાકિસ્તાન આધારિત છે. આ તમામ એકાઉન્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર આદેશને લઈને લોકોની વચ્ચે ખોટી જાણકારી ફેલાવી રહ્યાં હતા. 

3 Twitter accounts, 1 Facebook account & 1 news website also blocked pic.twitter.com/JtPC13MNHj

— ANI (@ANI) April 5, 2022

આ પહેલાં જાન્યુઆરીમાં મોદી સરકારે 35 યૂટ્યૂબ ચેનલ્સને બ્લોક કરી હતી. 20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી ગુપ્ત સૂચનાના આધાર પર 35 યૂટ્યૂબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ અને 1 ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવાનો નિર્દેશ જાહેર કર્યો હતો. આ તમામ એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત થતા હતા અને ભારત વિરોધી ખોટા સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવતા હતા. 

પાછલા વર્ષે ડિસેમ્બરમાં ગુપ્ત એજન્સીઓની સાથે સંયુક્ત પ્રયાસમાં 20 યૂટ્યૂબ ચેલન અને બે વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ ચેનલ પણ ભારત વિરોધી દુષ્પ્રચાર ફેલાવી રહી હતી. ત્યારે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે આ ચેનલનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં અલ્પસંખ્યક સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિવાદિત પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news