લખનઉઃ દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની વધતી લોકપ્રિયતા પર રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુલીને વાત કરી છે. લખનઉમાં હોળી મિલન સનારોહ દરમિયાન તેમણે ભારતની વિદેશ નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાડોશી દેશના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ ભારતની પ્રશંસા કરતા ખુદને રોકી શક્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પ્રત્યે વધી રહ્યો છે લોકોનો પ્રેમ
લખનઉમાં આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, દેશમાં ભાજપ પ્રત્યે લોકોનો પ્રેમ વધી રહ્યો છે. પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ભાજપને ચાર રાજ્યોમાં જીત મળી છે અને પાર્ટીએ ભારે બહુમત સાથે સરકાર બનાવી છે. તેમણે કહ્યું કે, રાજ્યોમાં એનડીએના પ્રભાવનું પરિણામ છે કે રાજ્યસભામાં પણ ભાજપના સાંસદોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. રાજ્યસભામાં કોઈ પાર્ટીના 100 સાંસદો છેલ્લે 1988માં હતા. 


આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત પ્રત્યે ધારણા બદલાય
રક્ષામંત્રીએ કહ્યુ કે, જ્યારથી ભાજપની કેન્દ્રમાં સરકાર આવી છે, ભારતનું માથુ દુનિયામાં ઉંચુ થઈ ગયું છે, તે કોઈથી છુપાયેલું નથી. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત પ્રત્યે લોકોની ધારણા બદલાય ગઈ છે. પહેલાં તે ધારણા બનેલી હતી કે ભારત એક નબળો દેશ છે. પહેલાં આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની વાતોને ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. આજે દુનિયા કાન ખોલીને ભારતની વાત સાંભળે છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરે છે. 


દેશમાં બેરોજગારી દર 7.6 ટકા, હરિયાણામાં સૌથી વધુ અને ગુજરાતમાં સૌથી ઓછોઃ રિપોર્ટ


ભારતના સ્ટેન્ડની દુનિયા કરે છે પ્રશંસા
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગને લઈને તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેમાં ભારતે જે સ્ટેન્ડ લીધુ છે, તેની પ્રશંસા આજે અન્ય દેશો દ્વારા કરવામાં આવી રહી છે. આપણા વિદેશી પણ તેની પ્રશંસા કરે છે. ત્યાં સુધી કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. જનસામાન્યનું સમર્થન ભાજપ પ્રત્યે સતત વધી રહ્યું છે. 


શું બોલ્યા હતા ઇમરાન ખાન?
ઇમરાન ખાને કહ્યુ હતુ, હું હિન્દુસ્તાનની પ્રશંસા કરીશ.. જે રીતે તેની વિદેશ નીતિ છે. હંમેશા તેની વિદેશ નીતિ સ્વતંત્ર રહી છે અને તે પોતાના લોકો માટે રહી છે. તે પોતાની વિદેશ નીતિની રક્ષા કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube