શા માટે રેલ્વે સ્ટેશન પર નામ લખેલા બોર્ડ પીળા રંગના જ હોય ? જાણો તેનું વૈજ્ઞાનિક કારણ
Indian Railways: 7000 રેલવે સ્ટેશન પર એક વસ્તુ છે જે એકસરખી જોવા મળે છે. આ વસ્તુ છે રેલવે સ્ટેશન નું નામ લખેલા બોર્ડ. આ બોર્ડમાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેનો રંગ એક જ હોય છે.
Indian Railways: દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્ક માંથી એક ઇન્ડિયન રેલવે છે. ઇન્ડિયન રેલવે રોજ 20,000 થી વધુ ટ્રેન નું સંચાલન કરે છે અને તે 7,000 થી વધુ સ્ટેશન પરથી પસાર થાય છે. પરંતુ આ 7000 રેલવે સ્ટેશન પર એક વસ્તુ છે જે એકસરખી જોવા મળે છે. આ વસ્તુ છે રેલવે સ્ટેશન નું નામ લખેલા બોર્ડ. આ બોર્ડમાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેનો રંગ એક જ હોય છે. દરેક રેલવે સ્ટેશન પર તમને પીળા રંગનું જ બોર્ડ જોવા મળશે. આજે તમને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવીએ.
આ પણ વાંચો:
પબ્લિક ટોયલેટ્સના દરવાજા શા માટે હોય છે નીચેથી નાના ? કારણ જાણીને આવી જશે ચક્કર
IRCTC આપી રહ્યું છે ઓછા ખર્ચે Dubai ફરવાની ઓફર, બુકીંગ માટે પડાપડી થાય તેવી છે ઓફર
શું તમે જાણો છો સૂજી રવા અને ઈડલી રવા વચ્ચે શું છે તફાવત ?
ભારતમાં બનેલા દરેક રેલવે પ્લેટફોર્મ ઉપર શરૂઆતમાં સ્ટેશનની વચ્ચે અને સ્ટેશન પૂરું થાય ત્યાં પીળા રંગનું બોર્ડ હોય છે તેમાં કાળા અક્ષરથી રેલવે સ્ટેશનનું નામ લખેલું હોય. આ બોર્ડનો રંગ પીળો એટલા માટે રાખવામાં આવ્યો છે કે જેથી ટ્રેનના ડ્રાઇવરને તેને ઓળખવામાં સમસ્યા ન થાય. જો અલગ અલગ રંગના બોર્ડ હોય તો ડ્રાઇવરને પરેશાની થઈ શકે છે.
આ સિવાય પીળા રંગની જ પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે આ રંગ દૂરથી ચમકે છે અને આંખમાં ખૂંચતો નથી. તેથી જ ટ્રેનના લોકો પાયલેટ દૂરથી જ જોઈ શકે છે કે આગળ કયું સ્ટેશન આવી રહ્યું છે.
પીળા રંગની પસંદગી કરવા પાછળનું એક કારણ એ પણ છે કે આ રંગ આંખોને શાંતિ આપે છે. આ રંગને જોવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી અને તે દૂરથી સરળતાથી દેખાઈ જાય છે. તેથી દિવસ હોય કે રાત ટ્રેનના લોકો પાયલેટ સતર્ક રહી શકે છે.