શું તમે જાણો છો સૂજી રવા અને ઈડલી રવા વચ્ચે શું છે તફાવત ?

Kitchen Hacks:મોટાભાગના લોકો રવા અને સુજીને અલગ અલગ સમજે છે પરંતુ આ માત્ર અલગ અલગ નામ છે. સુજી અને રવો તો એક જ વસ્તુ છે પરંતુ અગલ હોય છે ઈડલી રવો.

શું તમે જાણો છો સૂજી રવા અને ઈડલી રવા વચ્ચે શું છે તફાવત ?

Kitchen Hacks: ભારતીય વ્યંજનની વાત કરીએ તો તે અલગ અલગ પ્રકારની સામગ્રીથી બને છે. જોકે તેમાંથી એક વસ્તુ એવી છે જેને લઈને દરેકના મનમાં પ્રશ્ન હોય છે. આ સામગ્રી છે રવો. રવાને લઈને અલગ અલગ પ્રકારના મત જોવા મળે છે. રવાનો ઉપયોગ ભારતભરમાં અલગ અલગ રીતે થાય છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે રવા બે પ્રકારના હોય છે.  મોટાભાગના લોકો રવા અને સુજીને અલગ અલગ સમજે છે પરંતુ આ માત્ર અલગ અલગ નામ છે. સુજી અને રવો તો એક જ વસ્તુ છે પરંતુ અગલ હોય છે ઈડલી રવો.

આ પણ વાંચો:

શું છે ઈડલી રવો ? 

જ્યારે પર તમે સુપર માર્કેટમાં જાવ તો તમને રવાની સાથે ઈડલી રવાના પેકેટ્સ પણ જોવા મળશે. તો જણાવી દઈએ કે ઈડલી રવો અને રવો બંને અલગ વસ્તુઓ છે. તેમની વચ્ચેનું સૌથી મોટું અંતર એ છે કે રવો અથવા તો સુજી ઘઉંમાંથી બને છે જ્યારે ઈડલી રવો ચોખામાંથી બનેલો હોય છે. ઈડલી રવાનો ઉપયોગ ઉપમા, ઇડલી, ઉત્તપમ જેવી સાઉથ ઇન્ડિયન વાનગીઓને બનાવવા માટે થાય છે. તેનાથી આ વાનગીઓને સોફ્ટ ટેક્સચર મળે છે. 

શું છે સૂજી રવો ? 

ઈડલી રવા સિવાયની સુજી કે રવો ઘઉં માંથી બનતી વસ્તુ છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવાથી લઈને અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. આ રવામાં ગ્લુટનનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે તે ઘઉંમાંથી બનેલા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news