નવી દિલ્હી : દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં (JNU) અભ્યાસ કરવાનું સપનું દેશનાં અનેક વિદ્યાર્થીઓ જોતા હોય છે. અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે બૌદ્ધિતકા મુદ્દે પણ સર્વોચ્ચ હોવાનું કહે છે. અભિવ્યક્તિની આઝાદીના નામે JNUથી અત્યાર સુધી એવી વાતો સામે આવી છેજેણે દેશને પચાવવી મુશ્કેલ બની છે. Zee News જ JNU માં રહેલી ટુકડે ટુકડે ગેંગની (Tukde-Tukde gang) પોલ ખોલી હતી. હાલનાં દિવસોમાં જેએનયુ ફી વધારવા અને તેની વિરુદ્ધ થનારા પ્રદર્શનનાં કારણે ચર્ચામાં છે. અમારી ટીમ જ્યારે આ પ્રદર્શનને કવર કરવા પહોંચી તો ત્યાં હાજર ટુકડે ટુકડે ગેંગમાં હોબાળો મચી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: નિત્યાનંદ કેસ, પુત્રી માટે ઝૂરી રહ્યાં છે માતા પિતા, ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા, મોદી સરકાર પર વિશ્વાસ, LIVE

પોતાની જાતને સ્કોલર કહેનારા વિદ્યાર્થીઓ ધક્કા મુક્કી પર ઉતરી આવ્યા અને  ZEE NEWS ની મહિલા પત્રકારો સાથે ગેરવર્તણુંક પણ કરી હતી. JNU માં  ZEE NEWS વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા.  ZEE NEWSના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા.  ZEE NEWS ના કેમેરામેનને અપશબ્દ કહેવા લાગ્યા. રિપોર્ટીગ છોડીને પરત જવા માટે જણાવ્યું.  ZEE NEWS ના કેમેરામેનને ફુટેજ ડિલીટ કરવા માટે પણ જણાવ્યું અને તેની સાથે ઘર્ષણ કર્યું હતું.


 નિત્યાનંદ આશ્રમ: માતા પિતાના આરોપો ફગાવીને યુવતીએ કહ્યું કે 'મારી મરજીથી આશ્રમમાં રહેવા માંગુ છું'
બ્રેકિંગ : નિત્યાનંદની આશ્રમશાળાને પ્રાથમિક રીતે પોલીસની ક્લિનચીટ, જાણો સમગ્ર મામલો એક ક્લિક પર
ફી વધવાનો વિરોધ કરીશું, પત્રકારોને ઘુસવા નહી દઇએ
અભિવ્યક્તિની આઝાદીનાં નામે જેએનયુમાં શું નથી થયું પરંતુ દેશની એક યુનિવર્સિટીમાં હાજર કેટલાક વિદ્યાર્થીઓની ગેંગ અભિવ્યક્તિની આઝાદી કઇ રીતે પોતાની જાગીર સમજે છે, તે હાલની તસ્વીરો પરથી સાબિત થાય છે. જેએનયુ વિદ્યાર્થી હાલ ફી વધારવા મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનનું કવરેજ કરવા  ZEE NEWSની બે ટીમ ત્યાં હાજર હતી. તેમાં  ZEE NEWS પત્રકાર પુજા મક્કડ અને કવિતા શર્માનો સમાવેશ થાય છે. પરંતુ  ZEE NEWSના પત્રકારો JNU પરિસરમાં જોઇએ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાનભાવ ગુમાવી બેઠા હતા. તેઓ  ZEE NEWS ના પત્રકારો સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અપશબ્દો પણ બોલવા લાગ્યા હતા. 


ડેન્ગ્યુ બન્યો કાળમુખો, ભરખી ગયો ટીનેજરને અને જીવનથી થનગનતા યુવાનને

ખાસ વાત છે કે બંન્ને પત્રકારો વારંવાર વિદ્યાર્થીઓને પુછતી રહી કે તમે શું કહેવા માંગો છો, તમે તમારો પક્ષ કેમેરા સમક્ષ મુકો પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પાસે કહેવા માટે કાંઇ જ નહોતું. તેઓ માત્ર નારેબાજી જ કરી રહ્યા હતા. ધમકીઓ આપી રહ્યા હતા. સ્પષ્ટ છે કે આ લોકો અફઝલ પ્રેમી ગેંગને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દેખાડવાની આઝાદી જોઇતી હતી. ભારતના ટુકડા અંગે કરેલા સુત્રોચ્ચાર તેમની અભિવ્યક્તિની આઝાદી હતી. તેમને પત્રકારો સાથે ગેરવર્તણુંક કરવાની પણ આઝાહી જોઇએ.પરંતુ તેઓ મીડિયાનાં તે હિસ્સાને કોઇ આઝાદી આપવા નથી માંગતા જે તેમનું સત્ય દેખાડતા હોય.