મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સર્વસંમતિથી ઊભરી આવ્યું છે. તેમની પાર્ટીના તમામ ધારાસભ્યોએ એક સૂરમાં માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. આ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપી પણ શિવસેનાને કહી ચૂક્યા છે કે તેમના માટે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી તરીકે વધુ સ્વીકાર્ય રહેશે. શરદ પવાર તો છેલ્લી ઘડી સુધી ઉદ્ધવ ઠાકરેને જ આગ્રહ કરી રહ્યાં હતાં કે તેઓ જ મુખ્યમંત્રી બને. પરંતુ આ તમામ દબાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે. હકીકતમાં ઉદ્ધવ એક તીરથી અનેક તીર સાધવાની કોશિશ નથી કરી રહ્યાં પરંતુ તેઓ અનેક તીરોથી પોતાને નિશાન બનતા રોકી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં કેમ BJP સાથે છેડો છૂટ્યો? ન બની શકી સરકાર...ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર કર્યો ખુલાસો


આ માટે શિવસેનાના રાજકારણને સમજવાની જરૂર છે. શિવસેના એક વ્યક્તિ આધારિત પાર્ટી વધુ રહી છે. બાળાસાહેબ ઠાકરે જ્યારે નેતા હતાં ત્યારે તેઓ જ વિચારધારા હતા. શિવસેના એક રાજકીય પક્ષથી વધુ એક સંગઠન હતું જે લોકતાંત્રિક પદ્ધતિઓમાં પૂરેપૂરો વિશ્વાસ ધરાવતી નથી. આથી તોફાનો હોય, BCCIની ઓફિસ તોડવાની હોય, પાકિસ્તાન ભારતની મેચ ન યોજાય એટલે વાનખેડે સ્ટેડિયમની પીચ ખોડવાનું હોય, વેલેન્ટાઈન ડે નો વિરોધ કે પછી ફિલ્મો પર પ્રતિબંધ જેવા અનેક કિસ્સાઓ આ વાતની ચાડી ખાય છે. 


મહારાષ્ટ્ર: BMCમાં મેયર અને ડે.મેયર સીટ પર શિવસેનાનો કબ્જો, ઉલ્હાસનગરમાં મોટો ઉલટફેર


ઠાકરે સરનેમની જે આભામંડળ શિવસેનાની અંદર અને તેના પરંપરાગત મતદારોમાં હતી તે શિવસેના માટે એનર્જીનું પાવરહાઉસ રહ્યું છે. ઠાકરેને ક્યારેય કોઈની સામે મજબુર થવુ, નમવું, બ્લેકમેઈલ થવું, લચીલા બનવું, નારાજ લોકોને મનાવવા... આ એવી વાતો છે જે શિવસેનાને ક્યારેય મંજૂર રહ્યું નથી. સ્પષ્ટ છે કે અને રાજકીય ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે કે મુખ્યમંત્રીએ પોતાની ખુરશી બચાવવા માટે પાંચ વર્ષમાં અનેકવાર સમાધાન રકવું પડે છે અને પોતાનાથી નાના પક્ષો આગળ ક્યારેક ક્યારેક ઝૂકવું પણ પડે છે. આ પણ એક કારણ હતું કે સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે 1995માં મુખ્યમંત્રી ન બન્યાં. જો કોંગ્રેસ-એનસીપીના સમર્થનથી સરકારનું નેતૃત્વ કરત તો રાજકીય કળાબાજીના ઉસ્તાદ શરદ પવાર અને સરકારો પાસેથી સમર્થન પાછું ખેંચીને સરકાર પાડવાનો ઈતિહાસ ધરાવતી કોંગ્રેસ મળીને કે પછી એકલા એટલું તો નક્કી કરી લેત કે ઉદ્ધવે તેમના દરવાજે સરકાર બનાવવા માટે આવવું પડત. સરકાર ભલે બચી જાત પણ શિવસેનાના વધેલા ઘટેલા બેસ અને આત્મસન્માનને નુકસાન પહોંચત કારણ કે કોંગ્રેસ સાથે તાલમેળને લઈને શિવસેના અને તેના મતદારોને એક વર્ગ ઉદ્ધવથી નારાજ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube