ટ્રેન પાછળ કેમ હોય છે `X` ની સાઈન, તથા શું હોય છે `LV` નો અર્થ? ખાસ જાણો નહીં તો પસ્તાશો
રેલવેમાં મુસાફરી કરતા લોકોએ જોયું હશે કે ટ્રેનની પાછળ મોટા અક્ષરે `X` લખેલું હોય છે. તમારા મનમાં પણ એ સવાલ જરૂર આવ્યો હશે કે આખરે આ એક્સનો અર્થ શું છે. કેમ ટ્રેનના છેલ્લા ડબ્બા પર આ રીતે લખવામાં આવે છે? તો અમે તમને જણાવીએ કે આ પાછળ એક ખાસ કારણ છે.
નવી દિલ્હી: રેલવેમાં મુસાફરી કરતા લોકોએ જોયું હશે કે ટ્રેનની પાછળ મોટા અક્ષરે 'X' લખેલું હોય છે. તમારા મનમાં પણ એ સવાલ જરૂર આવ્યો હશે કે આખરે આ એક્સનો અર્થ શું છે. કેમ ટ્રેનના છેલ્લા ડબ્બા પર આ રીતે લખવામાં આવે છે? તો અમે તમને જણાવીએ કે આ પાછળ એક ખાસ કારણ છે.
તમામ મુસાફર ટ્રેનોમાં છેલ્લે આ સાઈન હોવી જરૂરી
હકીકતમાં ભારતીય રેલવેના નિયમો મુજબ આ નિશાન તમામ મુસાફર ટ્રેનોના અંતમાં હોવી જરૂરી છે. તેને રેલવેના એક કોડ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ સાથે જ સિક્યુરિટી અને સેફ્ટીના હેતુથી પણ ટ્રેનના છેલ્લા ડબ્બા પર આ રીતે લખેલું હોય છે.
મોટા ખબર: કોરોનાનો તોડ મળી ગયો! હિમાલયમાં મળે છે આ 'સંજીવની' બુટી
સેફ્ટી માટે ખુબ જરૂરી છે આ સાઈન
તેના એક નહીં પણ અનેક અર્થ છે. દાખલા તરીકે માની લો કે કોઈ ટ્રેનના છેલ્લા ડબ્બા પર 'X' નું નિશાન થી આવામાં એવું માનવામાં આવે છે કે કાં તો ટ્રેનમાં કઈક પ્રોબ્લમ છે અથવા તો ટ્રેનનો કોઈ ડબ્બો છૂટી ગયો છે. એટલે કે રેલવેના સ્ટાફ માટે આ એક પ્રકારે અલાર્મનું કામ કરે છે. આમ થવા પર તે કઈક દુર્ઘટના થતા પહેલા જ એક્શન લઈ શકે છે. એક મુસાફર તરીકે સુરક્ષિત રહેવાના હેતુથી તમે પણ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા છેલ્લી બોગી પર આ નિશાન જોઈને સંતુષ્ટ થઈ શકો છો.
છેલ્લા ડબ્બા પર કેમ હોય છે LV?
આ સાથે જ તમે અનેક ટ્રેનો પર છેલ્લા ડબ્બા પર LV લખેલું જોયું હશે. 'X' ની સાઈન સાથે જ એક અન્ય બોર્ડ પણ લાગેલું હોય છે જેના પર LV લખેલુ હોય છે. LV નું ફૂલ ફોર્મ 'last vehicle' છે એટલે કે છેલ્લો ડબ્બો. તે કર્મચારીઓને એ અંગે સૂચના આપે છે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે. જ્યારે પણ કોઈ ટ્રેન આ સાઈન સાથે સ્ટેશન પરથી પસાર થાય છે ત્યારે રેલવે અધિકારી એ વાત માટે સુનિશ્ચિત થઈ જાય છે કે ટ્રેન સહી સલામત છે અને આખી ટ્રેન પસાર થઈ છે.
આ ગામનું નામ જે સાંભળે તે શરમથી લાલચોળ થઈ જાય, લોકોએ કહ્યું- પ્લીઝ નામ બદલો
જેનાથી માહિતી મળી શકે છે કે ટ્રેનનો કોઈ પણ કોચ રહી ગયો નથી. જો આ X કે LV સાઈન પાછળ દેખાય નહીં તો એવું માનવામાં આવે છે કે ટ્રેન કોઈ અકસ્માતમાંથી પસાર થઈ છે અથવા તો ડબ્બા પાછળ છૂટી ગયા છે. ત્યારબાદ તત્કાળ કાર્યવાહી શરૂ કરી દેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube