મોટા ખબર: કોરોનાનો તોડ મળી ગયો! હિમાલયમાં મળે છે આ 'સંજીવની' બુટી

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. જ્યારે એવું લાગે કે કોરોનાની અસર ઓછી થઈ રહી છે, સરકાર અને જનતા રાહતના શ્વાસ લઈ રહી છે ત્યારે જ કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવીને ઊભો રહી જાય છે.

મોટા ખબર: કોરોનાનો તોડ મળી ગયો! હિમાલયમાં મળે છે આ 'સંજીવની' બુટી

મંડી: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. જ્યારે એવું લાગે કે કોરોનાની અસર ઓછી થઈ રહી છે, સરકાર અને જનતા રાહતના શ્વાસ લઈ રહી છે ત્યારે જ કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવીને ઊભો રહી જાય છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે કોઈ ઈલાજ નથી શોધાયો એવું પણ નથી. વિશ્વભરમાં કોરોનાથી બચવા માટે અનેક પ્રકારની રસી હાજર છે. જો કે રસીકરણ બાદ પણ અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આવામાં અન્ય દવાઓની પણ શોધ થઈ રહી છે. એ જ કડીમાં ભારતીય રિસર્ચર્સે હિમાલય વિસ્તારમાં મળી આવતા છોડ બુરાંશના ફૂલથી કોવિડ-19ની સારવાર થઈ શકે છે તેવો દાવો કર્યો છે. 

ફૂલમાં મળી આવ્યું ફાઈટોકેમિકલ્સ
આઈઆઈટી મંડી અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેક્નોલોજીના રિસર્ચર્સે બુરાંશના છોડ પર અભ્યાસ કર્યો હતો. રિસર્ચમાં છોડના ફૂલની પાંખડીઓમાં ફાઈટોકેમિકલ્સ હોવાની જાણ થઈ. તેમનું કહેવું છે કે ફાઈટોકેમિકલ્સથી કોવિડ-19ની સારવાર થઈ શકે છે. બુરાંશમાં ઘણા પ્રમાણમાં એન્ટીવાયરલ તત્વો મળી આવે છે. રિસર્ચ દરમિયાન પાંદડાઓને ગરમ પાણીમાં નાખવામાં આવ્યા તો તેમના અર્કમાં ક્વિનિક એસિડ અને ડેરિવેટિવ ઘણા પ્રમાણમાં મળી આવ્યા. 

ફૂલના અર્કથી સંક્રમણ રોકવામાં મદદ મળશે
આ પાંદડાઓથી બનેલા અર્કના ડોઝથી કોવિડ સંક્રમણને રોકવામાં મદદ મળી શકે છે. આઈઆઈટી મંડીના સ્કૂલ ઓફ બેઝિક સાયન્સના એસોસિએટ પ્રોફેસર શ્યામ કુમાર મસકાપલ્લીનું કહેવું છે કે માનવ શરીરમાં કોરોના સંક્રમણના જોખમને રોકવા માટે દુનિયાભરમાં રિસર્ચ થઈ રહ્યો છે. એકબાજુ જ્યાં પ્રભાવી રસી, નેઝલ સ્પ્રે તથા અન્ય દવાઓને મંજૂરી અપાઈ રહી છે ત્યાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી પણ કોરોનાનો ઈલાજ શોધવામાં આવી રહ્યો છે. દવાઓમાં કેમિકલનો ઉપયોગ થાય છે. તે વાયરસને શરીરમાં પ્રવેશ કરતા રોકે છે કે પછી વાયરસના પ્રભાવને ઓછો કરે છે. 

હિમાલયના અન્ય છોડવાઓ ઉપર પણ થઈ રહ્યો છે અભ્યાસ
તેમણે જણાવ્યું કે છોડવામાંથી મળતો પદાર્થ ફાઈટોકેમિકલ્સ ખુબ ભરોસાપાત્ર ગણાય છે. આવું તેમના પ્રાકૃતિક અને ઓછા ટોક્સિક હોવાના કારણે છે. હિમાલયમાં મળી આવતા ઝાડ-છોડ તથા જડીબુટી પર રિસર્ચ થઈ રહ્યું છે. તેમાં ઉપયોગી મોલીક્યૂલ્સની શોધ કરી રહ્યા છીએ. અત્રે જણાવવાનું કે હિમાલય વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો બુરાંશનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે. આ લોકો તેમાં આવતા ફૂલના અર્કથી જ્યૂસ વગેરે બનાવે છે જે પીવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક ગણાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news