મહારાષ્ટ્રમાં મહાયુતિના મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. તેવામાં સૂત્રોએ મંગળવારે કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રની નવી સરકારમાં વિભાગોના વિતરણને અંતિમ રૂપ અપાવા સુધી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં કોઈ ઉતાવળ કરશે નહીં.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ મહાયુતિને પ્રચંડ જનાદેશ આપ્યો... જ્યારે મહાવિકાસ અઘાડીને ફરી વનવાસ પર મોકલી દીધું... જોકે હવે મહાયુતિમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે... મહાયુતિના ત્રણેય મોટા નેતાઓ મુખ્યમંત્રી પદ માટે દાવા કરી રહ્યા છે... તેની વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કયું મોટું નિવેદન આપ્યું?... જોઈશું આ અહેવાલમાં.
વાત ભારતની આર્થિક નગરી મહારાષ્ટ્રની થઈ રહી છે... વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળ્યા પછી મહાયુતિમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે... ગઠબંધનના પક્ષના નેતાઓ અને કાર્યકરો ઈચ્છે છે કે પોતાના પક્ષનો મુખ્યમંત્રી બને...
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર. ત્રણેય નેતાઓમાંથી કોઈ જાહેરમાં એમ નથી કહી રહ્યા કે તેમને મુખ્યમંત્રી બનવું છે... તેઓ પ્રેસ કોન્ફરન્સ હોય કે જાહેરમાં એમ કહી રહ્યા છે કે સાથે બેસીને તેઓ આ અંગે નક્કી કરશે.
મહાવિજય બાદ પણ મુખ્યમંત્રી પદને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ છે... મહાયુતિમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે સસ્પેન્સ યથાવત છે... તેની વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું.
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું... આ સમયે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર તેમની સાથે રહ્યા.
શિવસેનાના ધારાસભ્ય દીપક વસંત કેસરકરે પણ મીડિયા સાથે વાત કરતાં હાઈકમાન્ડ નિર્ણય કરશે તેવો જવાબ આપ્યો.
શિવસેના એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માગે છે... જ્યારે ભાજપ દેવન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માગે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે... ત્યારે એ જોવાનું રહેશે કે મહારાષ્ટ્રને આખરે ક્યારે નવા મુખ્યમંત્રી મળશે?.