કુશીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે. કેમ કે, લોકોને એક મજબૂત અને ઇમાનદાર સરકાર બનાવવાનું નક્કી કર્યું છે. શોપિયામાં થયેલી અથડામણ મુદ્દે વિપક્ષને આડે હાથ લેતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા જવાન આતંકવાદીઓ પર ફાયરિંગ કરતા પહેલા ચૂંટણી પંચની મંજૂરી માગે. વિપક્ષ કેવી રમત રમી રહ્યું છે. મને આશ્ચર્યજનક થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મોદી કેબિનેટના મંત્રીની ભવિષ્યવાણી, યૂપી અને મહારાષ્ટ્રમાં ઘટશે NDAની સીટ


ગઠબંધન પર કર્યો પ્રહાર
સપા-બસપા ગઠબંધન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, માયાવતી અને અખિલેશ યાદવ કરતા વધારે સમય ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો છું પરંતુ ક્યારે દામન પર કોઇ ડાધ લાગવા નથી દીધો.


વધુમાં વાંચો: ઉત્તર પ્રદેશઃ મછલીશહરમાં મુસ્લિમ મહિલાઓનો આરોપ, 'અમને મતદાન કરતાં અટકાવાઈ રહ્યાં છે'


અલવર કેસ પર કોંગ્રેસ સરકારને ઘેરી
રાજસ્થાનના અલવરમાં ગત મહિને થયેલા સામૂહિક બળાત્કાર કાંડ મામલે બસપા પ્રમુખ માયાવતીના નિન્દાત્મક નિવેદન વિશે વડાપ્રધાને કહ્યું કે, માયાવતી મગરમચ્છના આંસુ બંધ કરો. તેમણે કોંગ્રેસ નેતા સમા પિત્રોડાની એક વિવાદીત ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકાર એક દલિત મહિલા પર થેયલા અત્યાચારની ઘટનાને દબાવવા માગે છે. આ કિસ્સામાં કોંગ્રેસનું વલણ ‘થયું તો થયું’ જેવું છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: બિહારના શિવહરમાં બૂથ પર હોમગાર્ડથી ચાલી ગોળી, મતદાન કર્મી ઘાયલ


શોપિયામાં થયેલી અથડામણનો કર્યો ઉલ્લેખ
જમ્મૂ કાશ્મીરના શોપિયામાં રવિવાર સવારે થયેલી અથડાણમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, આપણા જવાન આતંકવાદીઓ પર ફાયરિંગ કરતા પહેલા ચૂંટણી પંચથી મંજૂર માગે. વિપક્ષ કેવી રમત રમી રહ્યું છે. તેમણે કહ્યું કે, મને આશ્ચર્યજનક થાય છે કે વિપક્ષી પાર્ટીઓ કહી રહી છે કે ચૂંટણી થઇ રહી છે અને સુરક્ષા દળ આતંકવાદીઓ પર ફાયરિંગ કરી રહ્યું છે.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...