ઉત્તર પ્રદેશઃ મછલીશહરમાં મુસ્લિમ મહિલાઓનો આરોપ, 'અમને મતદાન કરતાં અટકાવાઈ રહ્યાં છે'

લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે, અહીં મછલીશહેર લોકસભા બેઠકના કબુલપૂર મતદાન મથકમાં સવારથી જ મતદાન થઈ શક્યું નથી   

Updated By: May 12, 2019, 11:37 AM IST
ઉત્તર પ્રદેશઃ મછલીશહરમાં મુસ્લિમ મહિલાઓનો આરોપ, 'અમને મતદાન કરતાં અટકાવાઈ રહ્યાં છે'
ફોટો સાભારઃ ANI

મછલીશહરઃ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે, અહીં મછલીશહેર લોકસભા બેઠકના કબુલપૂર મતદાન મથકમાં સવારથી જ મતદાન થઈ શક્યું નથી. મુસ્લિમ મહિલાઓ સવારે 6.00 કલાકથી લાઈન લગાવીને ઊભી રહી ગઈ હતી. મહિલાઓનો આરોપ છે કે, તંત્ર દ્વારા જાણીજોઈને તેમને વોટ આપતા રોકવામાં આવી રહ્યા છે. આટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં શા માટે EVM ચાલુ થઈ શક્યા નથી? 

કબૂલપુર મતદાન કેન્દ્રમાં ત્રણ બૂથ છે, જેમાં બેમાં મતદાન ચાલુ થઈ ગયું છે જ્યારે 203 નંબરના એક બૂથ પર મતદાન શરૂ થઈ શક્યું નથી. આ બૂથ પર 1 હજાર મતદારો છે, જેમાંથી 90 ટકા મુસ્લિમ મતદાર છે. હવે મતદારો પાછા જતા રહ્યા છે અને અહીં હોબાળો ચાલુ છે. 

કોણ છે મેદાનમાં 
જોનપુર જિલ્લામાં આવતી મછલીશહર લોકસભા બેઠક પર ભાજપના ભોલાનાથ ઉમેદવાર છે જ્યારે બીએસપીના ત્રિભુવન મેદાનમાં છે. આ વખતે અહીં કુલ 15 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. મછલીશહર લોકસભા બેઠક પર 2014માં 52.33 ટકા મતદાન થયું હતું, જ્યારે 2009માં માત્ર 41.02 ટકા જ મત પડ્યા હતા. 

2014નું ચિત્ર
આ અનામત બેઠક પર 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રામચરિત્ર નિષાદ સપાના ભોલાનાથને 1,72,155 મતથી હરાવીને વિજેતા બન્યા હતા. રામચરિત્રને 42.91 ટકા, જ્યારે ભોલાનાથને 26.66 ટકા મત મળ્યા હતા. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....