નવી દિલ્હીઃ સંયુક્ત કિસાન મોર્ચા (SKM) એ રવિવારે જાહેરાત કરી છે કે ચોમાસુ સત્ર દરમિયાન સંસદની સામે ત્રણેય કૃષિ કાયદાની વિરુદ્ધમાં દરરોજ આશરે 200 કિસાનોનું એક જૂથ પ્રદર્શન કરશે. મોર્ચાએ વિપક્ષી સાંસદોને પણ ચેતવણી આપી છે કેવ તે ગૃહની અંદર અમારો અવાજ ઉઠાવે અથવા રાજીનામુ આપી દે. આ પહેલા 8 જુલાઈએ પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની વધતી કિંમતો વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ કાયદાના વિરોધમાં 40થી વધુ કિસાન સંગઠન, સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ પાછલા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યાં છે. એસકેએમે સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, ચોમાસુ સત્ર શરૂ થયાના બે દિવસ પહેલા ગૃહની અંદર કાયદાનો વિરોધ કરવા માટે બધા વિપક્ષી સાંસદોને એક ચેતવણી પત્ર આપવામાં આવશે.


આ પણ વાંચોઃ ભારતમાં 50 વર્ષમાં પ્રચંડ ગરમીને કારણે 17 હજારથી વધુ લોકોના મોત, રિસર્ચમાં થયો ખુલાસો


કિસાન નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યુ, 'અમે વિપક્ષી સાંસદોને પણ ગૃહની અંદર દરરોજ આ મુદ્દાને ઉઠાવવા માટે કહીશું, જ્યારે અમે વિરોધમાં બહાર બેસીશું. અમે તેને કહીશું કે સંસદનું નિર્ગમન કરી કેન્દ્રને લાભ ન પહોંચાડે. જ્યાં સુધી સરકાર આ મુદ્દાનું સમાધાન નથી કરતી ત્યાં સુધી સત્ર ચાલવા ન દે.'


સંસદના ચોમાસુ સત્રની શરૂઆત 9 જુલાઈથી થઈ રહી છે. રાજેવાલે કહ્યુ- જ્યાં સુધી અમારી માંગ સાંભળવામાં આવશે નહીં, અમે સંસદની બહાર બેસી પ્રદર્શન કરીશું. તેમણે કહ્યું કે, દરેક કિસાન સંગઠનના 5 લોકોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે લેવામાં આવશે. 


આ પણ વાંચોઃ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં પિક પર પહોંચી શકે છે Corona ની ત્રીજી લહેર, વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી આશંકા


સંયુક્ત કિસાન મોર્ચાએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની વધતી કિંમત વિરુદ્ધ 8 જુલાઈએ દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું છે. મોર્ચાએ લોકોને રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર સવારે 10થી બપોરે 12 કલાક સુધી બહાર આવવા પર પોતાની ગાડી ત્યાં જમા કરવાનું કહ્યું છે. 


તેમણે કહ્યું- તમારી પાસે જે વાહન છે ટ્રેક્ટર, ટ્રોલી, કાર, સ્કૂટર બસ તેને નજીકના રાષ્ટ્રીય કે રાજ્ય રાજમાર્ગ પર લાવો અને ત્યાં પાર્ક કરો. પરંતુ ટ્રાફિક જામ ન કરશો. તેમણે વિરોધમાં એલપીજી સિલિન્ડર લાવવાનું પણ કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube