શીખો અંગે કોંગ્રેસનો વરવો ચહેરો સામે આવ્યો, પિત્રોડાની સામે કાર્યવાહી કરશે કોંગ્રેસ ?
જેટલીએ કહ્યું, સામ પિત્રોડાનું 1984નાં શીખ વિરોધી તોફાનો અંગે `જે થયું તે થયું` નિવેદન કોંગ્રેસ પાર્ટીની માનસિકતા દર્શાવે છે
નવી દિલ્હી : 1984ના શીખ વિરોધી રમખાણો અંગે સામ પિત્રોડાએ કથિત રીતે આપેલા નિવેદન પર ભાજપ આકરા પાણીએ છે. નાણામંત્રી અરૂણ જેટલીએ શુક્રવારે કહ્યું કે, આ અપયશનો વિષય છે, કે પાર્ટીને કોઇ પશ્યાતાપ નથી. જેટલીએ કહ્યું કે, શું રાહુલ ગાંધી આ નિવેદન માટે પોતાનાં ગુરૂને બહારનો રસ્તો દેખાડશે.
ચોકીદાર ચોર હે મુદ્દે સુપ્રીમ રાહુલને દેશની જનતાની માફી માંગવા આદેશ આપે: લેખી
પાકિસ્તાનથી ઉડેલું પ્લેન ઉત્તર ગુજરાતમાં ઘુસ્યું,એરફોર્સની કડક કાર્યવાહી
જેટલીએ કહ્યું કે, સૈમ પિત્રોડાનું 1984નાં શીખ વિરોધી તોફાનો અંગે 'થયું તો થયું' નિવેદન કોંગ્રેસ પાર્ટીની તરફથી 1984ના નરસંહાર અંગે પશ્યાતાપનો અભાવ દર્શાવે છે. કોંગ્રેસ અધ્યક્ષ શું પોતાના ગુરૂને પક્ષની બહારનો રસ્તો દેખાડશે, જેમણે 1984માં ભારતનાં સૌથી વધારે દેશભક્ત સમુદાયના નરસંહારને આ રીતે રગદોળ્યો છે. હરિયાણામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પણ શીખ વિરોધી તોફાનો અંગે પિત્રોડાનાં નિવેદન મુદ્દે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
યુપીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવા પાછળ છે આ રહસ્ય, જ્યોતિરાદિત્યનો ખુલાસો
આ શબ્દ કોંગ્રેસનું ચરિત્ર, માનસિકતા અને મંશા છે.
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ જેણે મહત્તમ સમય સુધી શાસન કર્યું તે અસંવેદનશીલ છે અને તેઓ કાલે કહેવાયેલા ત્રણ શબ્દોથી પ્રકટ થાય છે. આ શબ્દો આમનામ જ નહી કહેવાયા હોય, આ શબ્દ કોંગ્રેસનું ચરિત્ર, માનસિકતા અને મંશા છે. તેમણે 1984નાં શીખ વિરોધી તોફાનો મુદ્દે ગુરૂવારે પિત્રોડાની ટીપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ શબ્દો કયા છે તે થયું તો થયું. વડાપ્રધાને કહ્યું કે, પિત્રોડા ગાંધી પરિવારનાં ખુબ જ નજીકના વ્યક્તિ છે અને રાજીવ ગાંધીના ખુબ જ સારા મિત્ર છે. તેઓ કોંગ્રેસનાં નામદાર અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુરૂ પણ છે.